Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરવલ્લીમાં ૨૯ થી ૩૨ કીમીની ઝડપે પવન ફુંકાતા ધૂળની ડમરી ઉડી

- પ્રિ-મોન્શૂન એકટીવીટીની અસરો હેઠળ

- મોડાસા અને બાયડ ખાતે મહત્તમ તાપમાન ૩૯ તાપમાન : વરસાદ ખેંચાય તેવી સંભાવના

મોડાસા, સાઠંબા,તા.13 જૂન 2018, બુધવાર

જુન માસના પ્રારંભે પંથકમાં વર્તાયેલ કાશઁીશ ગરમી બાદ પ્રિ-મોન્શૂનની અસરો વચ્ચે જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ગગડયો હતો.વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના મોડાસા,બાયડ સહિતના વિસ્તારોમાં પવનની વધેલી ગતી વચ્ચે ધુળની ડમરીઓ ઉઠતાં રાહદારીઓ સહિત વાહન ચાલકો પરેશાન બન્યા હતા.

આ વર્ષે સારા વરસાદના વરતારા વચ્ચે નિદ્યારીત સમય કરતાં વહેલા કેરળના કાંઠે ચોમાસુ પહોંચતાં રાજયમાં ૧૫ જુન પહેલાં વરસાદ વરસશે તેવી આગાહીઓ કરાઈ હતી.ચોમાસાના પ્રારંભ પૂર્વે સર્જાયેલી પ્રિ-મોન્સૂન એકટીવીટીના ભાગરુપે જિલ્લામાં છેલ્લા ચાર દિવસોથી વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહયું છે.અલપ-ઝલપ થતાં સૂર્ય પ્રકાશ વચ્ચે પંથકમાં ગરમીનો પારો ગગડયો હતો.અને હવામાં ભેજનું પ્રમાણ વધતાં જિલ્લાવાસીઓ બફારાથી અકળાઈ ઉઠયા હતા.

પરંતુ છેલ્લા બે દિવસોથી પવનની ગતિમાં વધારો વર્તાતાં ઠેરઠેર ધુળની ડમરીઓ આકાશે ચડી હતી.વાદળછાયા વાતાવરણ વચ્ચે વધેલી પવનની ગતિથી અસહ્ય ગરમીમાં અકળાઈ ઉઠેલા પ્રજાજનો એ રાહત મેળવી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા,બાયડ,ધનસુરા અને શામળાજી સહિતના પંથકમાં પવનની તેજ ગતિ વચ્ચે સર્જાયેલા મીની વંટોળ જેવા માહોલમાં વાહન ચાલક સહિત રાહદારીઓ પરેશાન બન્યા હતા.

બે દિવસથી પવનની ગતિમાં વધારો
ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડતાં વાતાવરણ ધૂંધળું બન્યું

બનાસકાંઠા જિલ્લા સરહદી સહિત સરહદી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પવનની ગતિએ જોર પકડતાં ચોમાસુ ઋતુની શરૃઆતના સમયે હવામાનમાં પલટો આવતા સમગ્ર બનાસકાંઠા સહિત સરહદી વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતા જનજીવન પર અસર જોવા મળી હતી.

પ્રિમોન્સુન એક્વિટીમાં વિક્ષેપ થતાં ચોમાસુ લંબાવવાની સંભાવના
ઉનાળાના ઉત્તરાર્ધે આકસ્મિક હવામાનમાં પલટો આવતા છેલ્લા બે દિવસથી જોરદાર પવન ફુંકાવા લાગ્યો છે. હવામાન વિભાગે ચોમાસુ ઋતુના વહેલા આગમનના સંકેત આપ્યા હતા પરંતુ હવામાનમાં થયેલા ફેરફારના પગલે ચોમાસુ પાછું ઠેલાયું હોવાનું જોવા મળી રહ્યું છે. 

બે દિવસ અગાઉ જિલ્લાના પૂર્વ ભાગમાં અંબાજી સહિતના સ્થળોએ વરસાદના વાવડ મળ્યા હતા પરંતુ મંગળવારથી સમગ્ર જિલ્લામાં સતત પુરઝડપે પવન ફુંકાવા લાગ્યો છે. જેના લીધે સમગ્ર જિલ્લા તેમજ સરહદી વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેના લીધે વાતાવરણ ધૂંધળું જોવા મળ્યું હતું.

હવામાન વિભાગની માહિતી પ્રમાણે ગુજરાતમાં વાતાવરણના મધ્ય લેવલમાં એન્ટી સાઈક્લોન સર્જાતા ચોમાસુ ઋતુમાં અવરોધ પેદા થયો છે. ત્રણ, ચાર દિવસ અગાઉ સર્જાયેલ પ્રિમોન્સુન એક્ટીવિટીમાં વિક્ષેપ પડતાં સમગ્ર રાજ્યમાં ચોમાસુ લંબાઈ જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

એન્ટી સાઈક્લોનના પગલે પ્રતિ કલાકના ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે ત્યારે કોરા ભઠ્ઠ સરહદી વિસ્તારમાંથી ધૂળની ડમરીઓ ઉડવા લાગતા સમગ્ર જિલ્લામાં ધૂંધળું વાતાવરણ બની જવા પામ્યું છે. આ વાતાવરણથી નાના બાળકો સહિત વૃધ્ધો ઉપરાંત શ્વાસની બિમારીથી પીડાતા લોકોની હાલત કફોડી બની જવા પામી છે.

Post Comments