Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાવ અને સુઇગામ તાલુકાની નર્મદાની પેટા કેનાલમાં પાણી બંધ થતા રોષ

  -૧૫ દિવસથી પાણી બંધ કરાતાં શિયાળુ પાકને થઈ રહેલું નુકસાન 

- પાણી શરૃ કરવાની માંગ સાથે આંદોલનની ચીમકી

થરાદ, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

વાવ તાલુકામાં છેલ્લા પંદર દિવસથી નર્મદાની પેટા કેનાલમાં પાણી ન આવતા ખેડુતોમાં ભારે રોષ ફેલાયો છે. એટલું જ નહીં પાણીના અભાવે શિયાળુ પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. નર્મદા કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

વાવ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલની પેટા કેનાલોમાં છેલ્લા પંદર દિવસથી ખેતી માટે પાણી આવતું નથી. કારણ કે મુખ્ય કેનાલનું રિપેરીંગ કામ ચાલતું હોવાથી ગત તા. ૩૦-૧૨-૧૭ના રોજ પાણી બંધ કરાયું હતું. જેને લઈ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા.

ત્યારબાદ ગત તા. ૮-૧-૧૮ના રોજ મુખ્ય નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. પરંતુ પેટા કેનાલમાં હજી સુધી પાણી ન આવતું હોઈ વાવ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનનો દ્વારા થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને માગ કરી હતી કે વાવ તાલુકા તથા સુઈ ગામ તાલુકાની પેટા કેનાલોમાં તાત્કાલિક પાણી આપવામાં આવે અને ખેડૂતોના ઉભેલા પાકને જીવતદાન મળે જો સમયસર પાણી ચાલુ કરવામાં નહીં આવે તો શિયાળુ પાક બળી જશે જેને લઈ ખેડૂતો પાયમાલ થઈ જશે. જેથી જો તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવામાં નહીં આવે તો હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવશે અને આંદોલન કરવામાં આવશે.

Post Comments