Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડેભોલ નદીમાં ન્હાવા પડેલા બે સગાભાઈ ડૂબ્યા : એકનું મોત

- ઇડરના નાના કોટડા નજીકની

- ઉંડા પાણીમાં ગરકાવ થયેલા એકનો બચાવ : ઇડર ફાયર બ્રિગેડે શોધખોળ બાદ મૃતદેહ બહાર કાઢ્યો

ઇડર, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
ઇડરના નાના કોટડા (સુરરોડ) નજીકથી પસાર થતી ડેભોલ નદીમાં ન્હાવા ગયેલ બે ભાઈ પૈકી મોટા ભાઈનું નદીમાંના ચેકડેમમાં ડુબી જતાં કરૃણ મોત નિપજ્યું હતું. ઘટના બાદ દોડી આવેલ ઇડર ફાયર બ્રિગેડની ટીમે ચેકડેમમાં શોધખોળ બાદ મૃતદેહને બહાર કાઢ્યોહતો. આ અંગે પોલીસે અકસ્માતે મોત (એ.ડી.)ની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.

મળતી વિગતો અનુસાર તાલકુાના નાના કોટડા (સુરરોડ) ગામે ડેભોલ નદીના કિનારા પર રહેતા મુકેશભાઈ શંકરજી બજાણીયા અને ચંદુભાઈ શંકરજી બજાણીયા નામના બે ભાઈ નદીમાં બાંધેલ ચેકડેમમાં પાણી હોઈ ન્હાવા માટે ગયા હતા. દરમ્યાન કોઈ કારણસર ચેકડેમના ઉંડા પાણીમાં મુકેશભાઈ ડુબવા લાગતાં તેઓએ બચાવો...બચાવોની બુમાબુમ શરૃ કરી દીધી હતી. પરંતુ તે જગ્યાએ પાણી ઉંડુ હોઈ ગભરાઈ ગયેલ ચંદુભાઈ પાણીમાંથી બહાર આવી ગયા હતા. જ્યારે મુકેશભાઈ થોડીવારની બુમા-બુમ બાદ ચેકડેમના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

ત્યારબાદ ચંદુભાઈએ પોતાનો ભાઈ ડુબી ગયાની બુમા-બુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવ્ય હતા. દરમ્યાન ઇડર ફાયર બ્રિગેડને જાણ કરાતાં કમલ પટેલ સહિતની ફાયરની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી. આ ટીમે ચેકડેમના ઉંડા પાણીમાંથી મુકેશભાઈ બજાણીયા (ઉ.વ.૩૪)ના મૃતદેહને શોધી કાઢ્યો હતો.
આ ઘટના અંગે મૃતક યુવકના ભાઈ ચંદુભાઈ બજાણીયાએ ઇડર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Post Comments