Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રકની ટક્કરે રિક્ષામાં સવાર બે વ્યક્તિના મોત

- ધાનેરા નજીક ચોરા પરબડી ગામ પાસે

- ધાનેરા કરીયાણુ લેવા જતી વખતે અકસ્માત  રિક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત : અન્યને ઇજા થઇ

ધાનેરા,તા.૧૨ જાન્યુઆરી 2018, શુક્રવાર

ધાનેરા પંથકમાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે.ત્યારે  આજે ધાનેરા-ડીસા રોડના ચોરાપરબડી પાસે બપોરના સુમારે ટ્રકની ટક્કરે રિક્ષામાં સવાર બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને પાલનપુર સારવાર અર્થે ખસેડાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનેરા તાલુકાના ધનાવાડાના બેવાભાઈ રામજીભાઈ રબારી (ઉ.વ.૩૨), હેમજીભાઈ મશરૃજી વાલેરા (ઉ.વ.૪૦), તથા માવજીભાઈ ચેહરાભાઈ રબારી (ઉ.વ.૩૫)  ત્રણેય ધનાવાડા વાળા શુક્રવારની બપોરના  અઢી વાગ્યાના સુમારે એક છકડો  રિક્ષામાં બેસી ધાનેરા ઘરનું કરીયાણું તેમજ કામકાજ કરવા માટે   નીકળ્યા હતા. આ છકડો રિક્ષા ધાનેરા ડીસા રોડ પરના ચોરા પરબડી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ધાનેરા તરફથી પુરપાટ ઝડપ ેઆવતી ટ્રકના ચાલકે છકડા ે રિક્ષાને   ટક્કર મારી હતી.જેથી   રિક્ષા પલટી ખાઈ જતાં છકડો રિક્ષા ચાલક હેમજીભાઈ મશરૃભાઈ વાલેરાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

 જ્યારે અન્ય બે ઈસમો બેવાભાઈ રામજીભાઈ રબારી તથા માવજીભાઈ ચેહરાભાઈ રબારીને ગંભીર ઈજાઓ થતાં તેમને ૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર આપી ધાનેરા દવાખાને ખસેડાયા હતા.

 જ્યાં ર્ડા.ડાભી દ્રારા મેવાભાઈ રામજીભાઈની સારવાર શરૃ કરે તે પહેલા જ મોત તેમનુ  નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય ઈસમને પાલનપુર સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો. ધાનેરા પોલીસે અકસ્માતની ઘટતી કાર્યવાહી કરી લાશના પી.એમ.ની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

Post Comments