Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કારોબારી માટે ખેંચતાણ રાધનપુર તા.પં.ના બે સભ્યોએ બે દિવસમાં પાટલી બદલી

ભાજપમાં ગયેલા ૪ પૈકી ૨ સદસ્યો કોંગ્રેસમાં પરત ફર્યા ડેલીકેટોમાં પક્ષપલટો ચરમસીમાએ પહોંચ્યો

મહેસાણા,પાટણ,તા.11 જૂલાઇ 2018 બુધવાર

રાધનપુર તાલુકા પંચાયતમાં કમિટીઓની રચનામાં ધાંધલ ધમાલ બાદ સદસ્યોને લઈ ખેંચતાણ વધી ગઈ છે. સામાન્ય સભા બાદ પાટલી બદલી ભાજપમાં ગયેલા ૪ પૈકી ૨ સદસ્યો બે દિવસમાં કોંગ્રેસમાં પરત ફર્યા છે. કારોબારી સહિતની કમિટીઓ કબજે કરવા ભાજપ-કોંગ્રેસ સદસ્યોની સંખ્યા વધારવા કામે લાગતા પક્ષપલટો ચરમસીમાએ પહોંચ્યો છે.

રાધનપુર તાલુકા પંચાયતની ગત સામાન્યસભામાં કોંગ્રેસના ૪ સભ્યો અચાનક ભાજપમાં ભળી ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસ લઘુમતીમાં મુકાતા આગામી સામાન્યસભાની તારીખ છેક ત્રીજી ઓગસ્ટ નક્કી કરી છે. કારોબારી સહિતની કમિટીઓ મુદ્દે ભાજપ-કોંગ્રેસ વચ્ચે શરૃ થયેલા ધમાસણમાં ૪ પૈકી ૨ સદસ્યો ફરી કોંગ્રેસમાં આવી ગયા છે. આથી કુલ ૧૮ પૈકી ભાજપ પાસે ૭ જ્યારે કોંગ્રેસ પાસે ૧૧ સદસ્યનું સંખ્યાબળ હોવાનું સામે આવ્યું છે. આ તરફ બે દિવસમાં પાટલી બદલી ગયેલા સદસ્યોને લઈ ભાજપ વિમાસણમાં મુકાતા આગામી બેઠક સુધી અન્ય સદસ્યોને ખેચવા તૈયારીઓ શરૃ થઈ છે.  સુત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં બાજી માર્યા પછી સદસ્યોની સંખ્યા જાળવી રાખવા નેવાના પાણી મોભે ચડી રહ્યાનું સામે આવ્યું છે. ગણતરીના દિવસોમાં સદસ્યોની પાર્ટી બદલવા થયેલી ઉથલ-પાથલમાં બંને પક્ષોને માથુ ખંજવાળવું પડે તેવી હાલત બની છે. 

Post Comments