Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેસાણામાં બે વર્ષ પૂર્વે યુવક પર એસિડ નાંખવાના કેસમાં ત્રણને ૧૦ વર્ષની કેદ

- ઘર આગળથી ગાયો લઈને નીકળવા મામલે તકરારમાં યુવક પર રાત્રે હૂમલો કર્યો હતો

મહેસાણા,તા.૧૧ ઓગસ્ટ ગુરુવાર 2017
મહેસાણાના રાધનપુર રોડ પર પુષ્પાંજલી સોસાયટીમાં બે વર્ષ પૂર્વે રાત્રીના સમયે સૂઈ રહેલ યુવક પર એસિડ ફેંકી ગંભીર રીતે ઈજા કરવા મામલે ચાર સામે ફરિયાદ નોંધાવાઈ હતી. સદર કેસ મહેસાણા કોર્ટમાં ચાલી જતા કોર્ટે ત્રણ આરોપીને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષ કેદ અને રૃ.૧૬ હજાર દંડની સજાનો હુકમ કર્યો છે.

મહેસાણાની પુષ્પાંજલી સોસાયટીમાં રહેતા રમેશભાઈ મફાભાઈ રબારી ગાયો લઈને ૩૦ જુલાઈના રોજ આરોપીઓ દશરથભાઈ ચેલાભાઈ પ્રજાપતિ, સોમાભાઈ જેમરભાઈ ઠાકોરના ઘર પાસેથી નીકળતા તકરાર કરી હતી તેની અદાવત રાખી ૩૧ જુલાઈ ૨૦૧૫ના રોજ રમેશભાઈ રબારી પોતાના ઘરે સૂઈ રહ્યા હતા દરમિયાન દશરથભાઈ ચેલાભાઈ પ્રજાપતિ, સોમાભાઈ જેમરભાઈ ઠાકોર, માવજીભાઈ જેમરભાઈ ઠાકોર અને વસ્તાભાઈ જેમરભાઈ ઠાકોર ત્યાં પહોંચી એસિડથી હૂમલો કરી રમેશભાઈ રબારી પર ફેંકતા ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે બાજુમાં રમેશભાઈ રબારીના પત્ની પણ સુઈ રહેલ હોઈ તે પણ સામાન્ય દાઝ્યા હતા. આ મામલે ચારેય સામે પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી. સદ્ર કેસ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલ્યો હતો. જે દરમિયાન દશરથભાઈ ચેલાભાઈ પ્રજાપતિનું મોત નિપજ્યું હતું. સદર કેસમાં સરકારી વકીલ હસુમતીબેન મોદીની દલીલો અને પુરાવા આધારે જજ વી.એમ.જોષીએ ચાર પૈકી ત્રણ આરોપી સોમાભાઈ જેમરભાઈ ઠાકોર, માવજીભાઈ જેમરભાઈ ઠાકોર અને વસ્તાભાઈ જેમરભાઈ ઠાકોરને તકસીરવાન ઠરાવી શુક્રવારે ૧૦ વર્ષ કેદ અને રૃ.૧૬ હજાર દંડની સજાનો હુકમ કર્યો હતો.

Post Comments