Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેસાણાના બલોલની ગોલ્ફ સિરામીકની ઘટના ફેક્ટરીની દિવાલ પડતાં ત્રણ શ્રમિકો દટાયા, એકનું મોત

બે શ્રમિકોનો આબાદ બચાવ : માલની હેરફેર કરતી ટ્રોલી દિવાલને અથડાતાં ધરાશાયી થઈ હતી

મહેસાણા,તા.11 જૂલાઇ 2018 બુધવાર

મહેસાણા તાલુકાના બલોલ ગામની સીમમાં આવેલી એક સિરામીક ફેક્ટરીની દિવાલ તુટી પડતાં ત્રણ શ્રમિકો દટાયા હતા. જોકે બે મજૂરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે એક શ્રમિકનું ઘટનાસ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકોમાં દોડધામ મચી જવા પામી હતી.

મહેસાણા તાલુકાના બલોલ ગામની સીમમાં ગોલ્ફ સિરામીક નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં બુધવારના રોજ સવારે ૭ઃ૩૦ કલાકના સુમારે માલની હેરાફેરી કરતી ઈલેક્ટ્રીક ટ્રોલી એકાએક ફેક્ટરીની દિવાલ સાથે અથડાતાં જમીનદોસ્ત  થઈ હતી. આ દિવાલ નજીક કામ કરી રહેલા શ્રમિકો પૈકી નદાસાના ભવાનજી શંકરજી ઠાકોર (ઉ.વ.૩૦)ને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. જ્યારે ચમનજી ખોડાજી ઠાકોર અને દિપાજી સોમાજી ઠાકોરને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી. તેમજ શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું.

Post Comments