Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગઢ બચાવો આંદોલનનો છેલ્લો દિવસ, પરિણામ શૂન્ય

- ઐતિહાસિક વિરાસતને બચાવવા ૨૦ દિવસથી ચાલતા

- ઇડરિયા ગઢ પર ખનન પ્રવૃત્તિ યથાવત: નિષ્ઠુર તંત્રને ઢંઢોળવા આજે રેલી કાઢી આરતી કરશે

- રાજ્યના મુખ્યમંત્રીને રૃબરૃ રજુઆત કરાશે

ઈડર, તા. ૧૩ માર્ચ 2018, મંગળવાર

ઈડરમાં ગઢ બચાવો સમિતિના નેતૃત્વમાં ચાલતા ઉપવાસ આંદોલનના ૨૦મા અને અંતિમ દિવસે આજે ઉપવાસી છાવણીથી ગઢ સુધીની રેલીકાઢી ગઢની આરતી ઉતારવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આજે દિનભર વિવિધ સંગઠનના હોદ્દેદારો સહિત સાધુ-સંતોએ ઉપવાસી છાવણીની મુલાકાત કરી ગઢ  બચાવો અભિયાનને સમર્થન પુરૃ પાડયું હતું. ૨૦ દિવસના ઉપવાસ છતાં કોઈ સકારાત્મક પરિણામ ન મળતાં હવે ગઢ બચાવો સમિતિ આગામી દિવસોમાં મુખ્યમંત્રીની રૃબરૃ મુલાકાત કરશે.

ઐતિહાસિક ઈડરીયા  ગઢને ખનનકારોના સકંજાથી મુક્ત કરવા ઈડરની પ્રજા ગઢ બચાવો સમિતિના નેતૃત્વમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી લડત ચલાવી રહી છે. આ લડત અન્વયે શહેરની મામલતદાર કચેરી આગળ છેલ્લા ૨૦ દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનમાં શહેરના વિવિધ સમાજના લોકોએ ભાગ લઈ ગઢ  બચાવો અભિયાનને સમર્થન આપ્યું છે.

આજે ઉપવાસ આંદોલનના અંતિમ દિવસે પણ મહેસાણા તથા બાયડ તરફના યુવા સંગઠનોએ ઉપવાસીઓની મુલાકાત કરી હતી. સાથે જ સાધુ-સંતોએ પણ આ અભિયાનને ટેકો જાહેર કર્યો છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહે ગત રોજ વિધાનસભામાં ઈડરીયા ગઢનો પ્રશ્ન છેડયો હતો. જો કે આટ-આટલા વિરોધ પ્રદર્શન તથા આંદોલન છતાં સરકાર તરફથી સહાનુભૂતિનું એક લાટીનું સ્ટેટમેન્ટ પણ ન મળતાં, સરકાર અને સરકારી તંત્રની દાનત સામે શંકાઓ ઊભી થઈ છે.

આજે ઉપવાસ આંદોલન પૂર્ણ થતાં, ઉપવાસી છાવણીથી ગઢ સુધી રેલી કાઢી, ગઢની આરતી ઉતારવાના કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું ગઢ બચાવો સમિતિના જીજ્ઞોશભાઈ પંડિતે જણાવ્યું હતું.

સાથે જ તેઓએ આગામી દિવસોમાં શહેરના દોઢસો જેટલા માણસોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રીને રૃબરૃ મળી આ મામલે રજુઆત કરશે તેમ પણ જણાવ્યું હતું.

Post Comments