Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માવલ રેલવે ટ્રેક પરથી અર્ધનગ્ન હાલતમાં યુવતીની લાશ મળી

- યુવતીનું માથુ ધડથી અલગ હોવાથી અનેક તર્કવિતર્ક પોલીસે આધારકાર્ડને આધારે તપાસ હાથ ધરાશે

અમીરગઢ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

અમીરગઢમાં ગુજરાત સીમા પૂર્ણ થતા જ રાજસ્થાનના શિરોહી જિલ્લાના માવલ રેલવે સ્ટેશનેથી થોડાક દૂર વાસડા ગામ પાસે અર્ધનગ્ન હાલતમાં માથુ કપાયેલી યુવતિની લાશ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઇ હતી.

માવલ સ્ટેશનેથી અમીરગઢ તરફ ૨૦૦ મીટર દૂર આવેલા વાસડા પાસેની રેલવે પાટા પર યુવતિની લાશ પડી હોવાની જાણ આબુરોડ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને લાશને કબજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં માઉન્ટ આબુ નાયબ પોલીસ અધિક્ષક વિજયપાલિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટના સ્થળ પર ડોગ સ્કવોર્ડની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

કાર્યવાહી દરમિયાન શિરોહી પોલીસ અધિક્ષક ઓમપ્રકાશજી પણ ઘટના સ્થળે આવ્યા હતા  યુવતિની અર્ધનગ્ન હાલતમાં લાશમાંઅનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. આવી હાલતમાં લાશનુ ધડ અલગ હોવાથી વધુ શંકાઓ જતાં રાજસ્થાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાતા મરણજનાર યુવતિના આધારકાર્ડના પુરાવા માટે ફીંગરપ્રિન્ટ દ્વારા પણ તપાસ આરંભ કરવામાં આવી  છે.

Post Comments