Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પિતા-પૂત્રએ છરી વડે હુમલો કરી શખ્સને મોતને ઘાટ ઉતાર્યો

- ચાણસ્મામાં માત્ર રૃા. ૬૦ની માથાકૂટમાં

- મજુરી પેટે રૃા.૪૦ આપતાં ૧૦૦ની માંગણી કરતા મામલો બીચકયો હતો : પીએમ રીપોર્ટમાં કીડની ફાટી ગઈ

ચાણસ્મા, તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

ચાણસ્મા ટાઉનમાં ગઈકાલે બપોરના સમયે ચાણસ્મા હાઈવે ઉપર પેટ્રોલપંપ નજીક આવેલી હોટલના એક માલીકે મજુરી લેવા આવેલા એક દેવીપૂજક સાથે બોલાચાલી કરી પિતા પુત્રએ છરી અને ધોકાવડે હીચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા દેવીપૂજક યુવક નારણભાઈ લીલાભાઈ, ઉ.વ.૩ર નુ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. આ અંગે ખુનનો ગુનો દાખલ થતા ચાણસ્મા પોલીસે હોટલ ચલાવતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી જયારે એક આરોપી ઘટનાબાદ નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

આ ખુન કેસની વિગત ચાણસ્મા પોલીસ તરફથી જાણવા મળે છે તે મુજબ હાઈવે ઉપર ઠાકોર વિજયભાઈ ભુપતજીએ હોટલ ચલાવે છે. જેઓએ ગઈકાલે રવિવારના દિવસે ચાણસ્મા ખાતે રુપેશ્વર રોડ ઉપર રહી ડબાના ઢાંકણાની મજુરી કરતા દેવીપૂજક નારણભાઈ લીલાભાઈને મજુરી માટે બોલાવ્યો હતો. જે મજુરી પેટેનુ મહેનતાણુ લેવા ગઈકાલ સોમવારના રોજ નારણભાઈ અને સંજયભાઈ નામના બે દેવીપૂજક ભાઈઓ હોટલ  ઉપર ગયા હતા અને હોટલ માલીકે મજુરી પેટે રૃ.૪૦ આપતા દેવીપૂજક  ે મજુરી પેટે રૃ.૧૦૦ ની માંગણી કરી હતી. જે બંને વચ્ચે રકઝક થતા હોટલ માલીક વિજયભાઈ ભુપતાજી ઠાકોર ઉશ્કેરાઈ જઈ નારણભાઈના પેટના ભાગે છરી મારી દીધી હતી. જયારે તેમના પિતા ભુપતજી સરતાનજી ઠાકોરે ધોકા વડે હુમલો કરી દેવીપૂજક નારણભાઈને ગંભીર ઈજા પહોંચાડી હતી. જેઓને વધુ સારવાર માટે પાટણ જનતા હોસ્પિટલમાં લઈ જવાતા ડૉકટરે તેને મૃત જાહેર કર્યો હતો. ચાણસ્મા પોલીસે પિતા પુત્ર બંને વિરૃધ્ધ ખુનની ફરીયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે વિજયભાઈ ઠાકોરની ધરપકડ કરી હતી. જયારે ભુપતજી ઠાકોરને પકડી ાડવા તપાસ હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃતકની કીડની ફાટી જવાથી મોત થયાનુ ખુલ્યુ હતુ.

Post Comments