Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હારીજ યાર્ડના માજી ચેરમેનની ધરપકડ

- ખોટા સાક્ષી અને દસ્તાવેજો બનાવવામાં મદદગારી કરતાં

- ખોટા પેઢીનામા બનાવી દસ્તાવેજો રજૂ કર્યા હતા : જામીન ના મંજૂર થતા જેલ હવાલે કરાયા

પાટણ, તા.13 જૂન 2018, બુધવાર

હારીજ એપીએમસીના માજી ચેરમેન અને ભાજપના અગ્રણી કાનજી  દેસાઈએ એક પેઢીનામામાં ખોટી સાક્ષી બની ખોટા દસ્તાવેજ રજુ કરવામાં મદદગારી કરવા બદલ સુપ્રિમ કોર્ટમાંથી તેમની ધરપકડ કરવાનો આદેશ આપતાં હારીજ પોલીસે આજે બાતમીના આધારે પીછો કરી તેમની ધરપકડ કરી હતી. તેમને હારીજ કોર્ટમાં જામીન અરજી મુકતા અરજી નામંજુર થતાં પાટણની સુજનીપુર જેલમાં ધકેલાયા હતા.

 હારીજ પીએસઆઈ ત્રિવેદીએ જણાવેલ માહિતી અનુસાર ફરિયાદી તબીબેન લબાભાઈ જાયમલ  રબારીની દીકરી તથા રબારી બળદેવભાઈ છગનભાઈની વિધવા રહે. હારીજ પોલીસ સ્ટેશનમાં ૨૦૧૫માં એક છેતરપીંડીની ફરયિાદ આવી હતી. જેમાં તેની દીકરી દેસાઈ અંકિતાબેન બળદેવભાઈ, દેસાઈ કાનજીભાઈ છગનભાઈ અને દેસાઈ અમથાભાઈ ગોવાભાઈને પરી બેનના પતિના મૃત્યુ બાદ મલતી રકમ માટે ખોટું પેઢી નામું બનાવી ખોટા દસ્તાવેજો બનાવી રકમ પડાવી લીધી હતી.
આ ઉપરાંત શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.

આ મુદ્દે છેક સુપ્રિમ કોર્ટ સુધી લડત આપ્યા બાદ આજે પોલીસ હરકતમાં આવી હતી અને હારીજ પોલીસે આજે બાતમીના આધારે પીછો કરી હારીજ એપીએમસીના પૂર્વ ચેરમેન કાનજી  દેસાઈની ધરપકડ કરી હતી.

અરજદાર બહેને અગાઉ કલેક્ટર કચેરી સહિત તંત્રમાં અનેક વખત રજુઆત કરવા છતાં પગલા બરાયા નહતા. આજે હરકતમાં આવેલ પોલીસે આરોપી કાનજીભાઈની ધરપકડ કરતાં રાજકારણમાં ભુકંપ આવ્યો હતો.

Post Comments