Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

તલોદ પંથકની બેંકો, એટીએમમાં રોકડ તળિયા ઝાટક :ગ્રાહકોમાં રોષ

- નાણાંભીડના કમઠાણમાં ખાતાધારકોની હાલત કફોડી

- લગ્નસરાની સિઝનમાં મોટા ભાગના એટીએમ કેશલેસ બન્યા બેંકોમાં રોકડનાં ઉપાડની મર્યાદાથી ખાતાધારકોની મુશ

તલોદ, તા.16 એપ્રિલ 2018, સોમવાર

ઉત્તર ગુજરાતમાં સપ્તાહથી બેંકો અને એટીએમમાં રોકડ નાણાંની અછત સર્જાઈ છે ત્યારે તલોદ શહેર અને તાલુકાની સહકારી અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં અને બેંકોના એટીએમમાં નાણાં ન મળતા ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે એટલું જ નહિ તલોદ નાગરિક બેંકએ બચત ખાતાધારકોને રૃા. ૫ હજાર અને ૨૫ હજારની મર્યાદામાં જ રોકડ નાણાં આપવામાં આવ્યા હતા.

નોટબંધીથી પુન:જિલ્લાના એટીએમ કેશલેસ બન્યા છે. ત્યારે તલોદમાં આવેલી બેંક ઓફ બરોડા, દેના, સ્ટેટ બેંક, એચડીએફસી, કેનેરા, ડિસ્ટ્રીક્ટ સહિતની વિવિધ બેંકોમા પૂરતા પ્રમાણમાં રોકડ નાણાં ન હોવાથી ખાતેદારો વિમાસણમાં મુકાયા હતા અને આ બેંકોના એટીએમ પણ રોકડના અભાવે ખાલીખમ પડી રહ્યા છે.

તલોદ તાલુકાના ૧૦૦ જેટલા ગામના લોકો, વેપારીઓ, શ્રમિકો સહિત રોકડ નાણાં લેવા માટે રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. લગ્નસરાની સિઝન ટાણે જ રોકડની તંગી સર્જાતા લોકોમાં રોષ ફેલાયો છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ રિઝર્વ બેંક દ્વારા, પુરતા પ્રમાણમાં નાણાંનો જથ્થો પુરો ન પડતા રોકડની તંગી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

Post Comments