Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉ.ગુ.ના ૨૦ કોંગી હોદ્દેદારો પર લટકતી તલવાર

- કોંગ્રેસનું બળવાખોર સામે આકરુ વલણ

- પાર્ટી વિરોધી પ્રવૃત્તિ મામલે

- શંકરસિંહની બર્થ-ડે પાર્ટીમાં હાજરી સહિત વિવિધ કારણોસર પક્ષમાંથી બરતરફ કરવાની તજવીજ હાથ ધરાઈ
મહેસાણા,તા.૧૧ ઓગસ્ટ ગુરુવાર 2017
ધારાસભ્યોને બરતરફ કરી કોંગ્રેસે બગાવતખોરો સામે આકરુ વલણ અપનાવ્યાનું જાહેર કરી હવે સંગઠનના બળવાખોરો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શંકરસિંહ વાઘેલાના બર્થ-ડેમાં હાજરી પુરાવવી તેમજ અન્ય પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવાના કારણોસર ઉ.ગુ.ના ૨૦થી વધુ કોંગી હોદ્દેદારો પર લટકતી તલવાર થઈ છે.

પ્રદેશ કોંગ્રેસે સંગઠનમાં વફાદારોને પ્રોત્સાહન અને પડદા પાછળના બગાવતખોરોને દરવાજો બતાવવા હોદ્દા છોડાવવાની પદ્ધતિ શરૃ કરી છે.

ઉ.ગુ.ના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ સંગઠનના જે હોદ્દેદારો શંકરસિંહ વાઘેલાના જન્મદિવસમાં હાજરી આપીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેવાને ઓળખી લેવાયા છે. કોંગ્રેસમાં રહી બળવાખોરી કરતા વિવિધ હોદ્દેદારોને જે-તે હોદ્દા પરથી બરતરફ કરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા રિપોર્ટ તૈયાર કરવાની ગતિવિધી તેજ બની ગઈ છે. સુત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણામાંથી ૧૫થી વધુ, પાટણમાંથી ૧ થી ૨ જ્યારે બનાસકાંઠામાંથી પણ ૪ થી ૫ કોંગ્રેસી હોદ્દેદારો ઉપર લટકતી તલવારનો ઘાટ ઘડાયો છે.
શંકરસિંહ વાઘેલાના જન્મ દિવસ અગાઉ સંગઠનના તમામ હોદ્દેદારોને મળવા નહી જવા કહેવામાં આવ્યું હતું.

 આમછતાં પાર્ટીનું નહી માનીને શંકરસિંહને હેપ્પી બર્થ-ડે કહેવા ગયેલા તેમજ આ સિવાય પણ જે પ્રકારે પાર્ટીના હિતને નુકશાન કરવાની પ્રવૃત્તિ કરી છે તેવાને હોદ્દા પરથી દૂર કરવાની પૂરેપૂરી સંભાવના છે. આગામી દિવસોએ ઉ.ગુ. કોંગ્રેસમાં વિવિધ સેલ, પાંખ સહિતની શાખાઓમાં પરિવર્તન થવાની સંભાવના પણ કોંગ્રેસી સુત્રોએ વ્યક્ત કરી હતી.

Post Comments