Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિસનગર પાલિકા અને શાકભાજીની લારીઓવાળા વચ્ચે ઘર્ષણથી હોબાળો

-પાલિકા નિર્મળ ગુજરાત વટીવટી ચાર્જ વસુલતા અને ટ્રાફીક દુર કરતા

-ઉતરાયણના તહેવારોમાં લારીઓમાં વેપાર કરનાર ગરીબોની કમાણી સમયે પાલિકા દ્વારા દમન ગુજારાતાં રેલી યોજાઈ

મહેસાણા,તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

વિસનગર પાલિકાના કર્મચારીઓ દ્રારા શાકભાજીની લારીવાળા પાસે નિર્મળ  ગુજરાત વહીવટી   ચાર્જ વસુલ કરવા તેમજ ટ્રાફીક દૂર કરવા નીકળતા લારીઓવાળા અને કર્મચારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયુ ંહતું. પાલિકા દ્વારા દમન ગુજારાતો હોવાનુ જણાવી લારીઓવાળાએ રેલી કાઢી સ્ટેશન રોડ ઉપરની તમામ લારીઓ બંધ કરાવતાં ઉત્તરાયણના તહેવાર ટાણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વિસનગર નગરપાલિકા દ્વારા શાકભાજીની લારીઓવાળાને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. આજે પાલિકાના મકાનભાડા ક્લાર્ક વિનુભાઈ પટેલ તથા અન્ય સ્ટાફ નિર્મળ ગુજરાત વહીવટીચાર્જ વસુલવા તથા સ્ટેશન રોડ ઉપરથી નડતરરૃપ લારીઓનો ટ્રાફીક દૂર કરવાની કામગીરી કરતા હતા ત્યારે કૃષ્ણ સિનેમા આગળ એક લારીવાળાનુ ત્રાજવું ખેંચાખેચમાં પાલિકા ક્લાર્કને હાથની આગળી ઉપર વાગ્યુ ંહતુ.

જ્યારે પાલિકા ક્લાર્કે જણાવ્યું હતું કે ત્રાજવું મારતા આગળી ઉપર વાગ્યું હતું. આ બાબતની જાણ ચીફ ઓફીસર જયેશભાઈ પટેલને કરવામાં આવતા ચીફ ઓફીસર તાત્કાલીક સ્થળ ઉપર આવી ગયા હતા. શાકભાજીની લારીઓવાળાએ ક્લાર્કને મારતા ચીફ ઓફીસરની સુચનાથી રોડ ઉપરની લારીઓનુ દબાણ તાત્કાલીક હટાવવામાં આવ્યું હતું. કેટલીક લારીઓ ઉંધી પાડી શાકભાજી ફેંકી દેવામાં આવી હતી. કેટલાક વેપારીઓનો પતંગ અને ફીરકીનો માલ પણ પાલિકા ટ્રેક્ટરમાં ભરી દેવામાં આવ્યો હતો.ઉત્તરાયણના તહેવારમાં લારીઓમાં વેપાર કરતા ગરીબ વેપારીઓના કમાણીના સમયે પાલિકા દ્વારા આવુ દમન ગુજારવામાં આવતા શાકભાજીની લારીવાળા દેવીપૂજક અને ભોઈ સમાજના લોકો રોષે ભરાયા હતા. જેમણે રેલી કાઢી અન્ય લારીઓ પણ બંધ કરાવતા તહેવારમાં ખરીદી કરવા નીકળેલા લોકોને મુશ્કેલી પડી હતી. શાકભાજીની લારીવાળા રેલી કાઢી પાલિકા કાર્યાલયમાં પહોંચી ભારે રોષ અને સૂત્રોચ્ચાર કરી હાય હાય ના નારા લગાવી ભારે વ્યક્ત કર્યો હતો.

જો  કે પાલિકા કર્મચારીઓ દ્વારા ગાળો બોલી વારંવાર હેરાન કરવામાં આવે છે. ચીફ ઓફીસરે તપાસ કરી કસુરવાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતા મામલો શાંત પડયો હતો.

શાકભાજીની લારીઓવાળાએ આક્ષેપ કર્યો હતો કે વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ શાસીત પાલિકા દ્વારા કોંગ્રેસના ઉમેદવારને મત આપવા જણાવ્યું હતું ત્યારે વિસનગર સીટમાં ભાજપના ઉમેદવાર વિજયી થતા પાલિકા દ્વારા લારીઓવાળા ઉપર કિન્નાખોરી રાખવામાં આવી રહી છે.

Post Comments