Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે દુકાન સળગાવી દેતા ચકચાર

- અંદાજે રૃ. ૨.૫૫ લાખનું નુકસાન : માલિકના ભત્રીજા સામે શંકા

અમદાવાદ, તા. ૧૩ ફેબ્રુઆરી 2018, મંગળવાર

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના એસ.ટી. સ્ટેન્ડ નજીક આવેલી એક દુકાનમાં રાત્રીના અંધારામાં કોઈ શખ્સે જલદ પદાર્થ ફેંકીને આગ લગાડીને દુકાનનો માલસામાન સળગાવી મૂકીને એકંદરે રૃા. ૨.૫૫ લાખનું નુકસાન કર્યાનો આક્ષેપ કરતી એક ફરિયાદ ગઈકાલે હિંમતનગર 'બી' ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

પોલીસના જણાવ્યા અનુસાર હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં રહેતા અને ઉપરોક્ત સ્થળે ભૂમિ જનરલ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા રતનમલ ગણેશમલ ખત્રીની ફરિયાદના આધારે ઈ.પી.કો. કલમ ૪૩૬ તથા ૧૧૪ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ફરિયાદમાં ફરિયાદી રતનમલ ખત્રીએ આ કૃત્ય ાચરવા બદલ તેમના ભત્રીજા કમલ પરસોત્તમ ખત્રી સહિત કોઈ અજાણ્યા શખ્સ વિરૃદ્દ શક વ્યક્ત કર્યો છે.

હિંમતનગરના એસ.ટી. સ્ટેન્ડ નજીકના ફરિયાદીની દુકાનમાં આગ લગાડવાનો આ બનાવ ગત તા. ૭મીનીરાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં કોઈએ જલદ પદાર્થ દુકાનમાં ઠાલવી દઈને આગ લગાડી દીધી હતી. જેના પરિણામે દુકાનનો સરસામાન સળઘીને ખાક થઈ જતાં અંદાજે રૃા. ૨ લાખ ૫૫ હજારની મતાનું નુકસાન થયાની માહિતી પ્રાથમિક તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળી હતી.

ત્યારબાદ આ બનાવ  અંગે ગઈકાલે હિંમતનગર બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Post Comments