Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રકની ટક્કરથી ટ્રેકટર ફંગોળાતા છ મજૂરોનાં મોત

- અરવલ્લી જિલ્લાના  માલપુર- લુણાવાડા માર્ગ પર સોમવારની મોડી રાત્રીએ ગમખ્વાર અકસ્માત

- ઘટના સ્થળે જ બે મહિલા સહિત ૬ વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા: ૧૧ને ગંભીર ઈજા : ટ્રક મુકીને ડ્રાઈવર ફરાર

મોડાસા,તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

અરવલ્લી જિલ્લાના શામળાજી-હાલોલ ફોર લેન પર આવેલા આંબલીયા સ્ટેન્ડ નજીક માર્ગ ઉપરથી પસાર થતાં મુસાફરો ભરેલ ટ્રેકટરને પુરઝડપે હંકારાતી ટ્રકના ચાલકે  પાછળથી ટક્કર મારી દેતાં ફંગોળાયેલા ટ્રેકટરના છ સવારોના કરૃણ મોત નીપજયા હતા. જયારે અંધારી રાત્રે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં ઘવાયેલા ૧૧ જણાને મોડાસાની ઈમરજન્સી ૧૦૮ દ્વારા માલપુર, મોડાસા અને અમદાવાદ ખસેડાયા હતા.અકસ્માત સર્જી ટ્રક મૂકી ભાગી ગયેલા ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

પરિવાર સહિત પોતાના જીવન નિર્વાહ માટે કાળી મજૂરી કરતા ઝાલોદ અને પંચમહાલ પંથકના ખેતમજૂરો રાજયભરમાં પથરાયેલા છે અને કૃષિની સાથે સાથે બાંધકામ ક્ષેત્રે પણ આ મજૂરોની માંગ વધી રહી છે.ત્યારે ઝાલોદ પંથકના કદવાલ, ખરસાણા,ગરાડુ અને બાજરવાડા ગામના કેટલાક પરીવારોને ઉત્તર ગુજરાતના પાટણ ખાતે રોજગારી મળતાં કેટલાક પરિવારો ટ્રેકટરમાં બેસી ગત સોમવારે રવાના થયા હતા.ટ્રેકટરમાં સવાર થઈ મજૂરી કામે જઈ રહેલા આ મુસાફરો ભરેલ ટ્રેકટર સોમવારની રાત્રે સાડાત્રણ વાગ્યાની આસ૫ાસ આંબલીયા સ્ટેન્ડ નજીક માર્ગેથી પસાર થઈ રહયું હતું. ત્યારે લુણાવાડા તરફથી પુરઝડપે ઘસી આવેલ ટ્રકના ચાલકે ટ્રેકટરને પાછળથી ટક્કર મારી દેતાં ૧૭ મુસાફરો ભરેલ ટ્રેકટર માર્ગ ઉપર ફગોળાઈ જતાં અંધારી રાત્રે મુસાફરોની આક્રંદભરી ચીચીયારીઓથી પંથક કાંપી ઉઠયો હોત.

ટ્રકની જોરદાર ટક્કર અને મુસાફરોની ચીચીયારીઓથી મીંઠ્ઠી નીંદર માણી રહેલી આસપાસના પંથકના લોકો અકસ્માત સ્થાને દોડી પહોંચ્યા હતા અને કેટલાક જાગૃત નાગરિકોએ ઈમરજન્સી ૧૦૮ ને જાણ કરતાં મોડાસા માલપુર સહિત આસપાસની ૧૦૮ વાન સ્થળ ઉપર દોડી પહોંચી હતી અને ઘવાયેલાઓને તાબડતોડ માલપુર અને ત્યાંથી મોડાસા ખાતેની સાર્વજનિક હોસ્પીટલ ખસેડાયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં બે મહિલાઓ સહિત છ જણાનું ઘટના સ્થળે જ કરૃણ મોત નીપજયું હતું. જયારે મોડાસા સારવાર મેળવી રહેલા આઠ પૈકી બે દર્દીઓની તબીયત લથડતાં અમદાવાદ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.

આ અકસ્માતની જાણ થતાં માલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહો ને જરૃરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને અકસ્માત સર્જી ટ્રક માર્ગ ઉપર છોડી ભાગી જનાર ટ્રક ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈજાગ્રસ્ત ખેેત મજૂરો
૧. સંગીતાબેન શંકરભાઈ વસઈયા
૨. શંકરભાઈ રાજસીંગભાઈ વસઈયા
૩. નંદુભાઈ લાલાભાઈ ભાભોર
૪. ધર્મેશભાઈ મુકેશભાઈ વસઈયા
૫. અસ્મિતાબેન માહરભાઈ વસઈયા
૬. મનહરભાઈ રમેશભાઈ વસઈયા
૭.રમેશભાઈ રાજસીગંભાઈ વસઈયા
૮.સુમિત્રાબેન જયેશભાઈ ડામોર રહે.કદવાલ,ઝાલોદ
૯.વિપુલભાઈ સરદારભાઈ નિનામા-રહે.ગરાડું,ઝાલોદ
૧૦.મસુરભાઈ નાનજીભાઈ સંગાડા -રહે.બાજરવાડા
૧૧. નયન રસુભાઈ ડિંડોળ -રહે.ખરસાણા,ઝાલોદ

કમનસીબ મૃતકો
૧.જયેશભાઈ છગનભાઈ ડામોર - ઉ.વ.૨૫ (રહે.કદવાલ,ઝાલોદ)
૨. સરદારભાઈ ધીરૃભાઈ નિનામા - ઉ.વ.૩૫(રહે.કાકરદાર,ઝાલોદ)
૩. અનિલભાઈ દાંલાભાઈ સરવૈયા - ઉ.વ.૨૩(રહે.કદવાલ,ઝાલોદ)
૪. રસુભાઈ વસ્તાભાઈ ડિંડોળ - ઉ.વ.૩૫ (રહે.ખરસાણા,ઝાલોદ)
૫. સુરેખાબેન વસ્તાભાઈ ડિંડોળ- ઉ.વ.૩૨(રહે.ખરસાણા,ઝાલોદ)
૬. ધુળીબેન રમેશભાઈ વસઈયા (રહે.કદવાલ,ઝાલોદ)

Post Comments