Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાયડ તાલુકાના સાત ગામોમાં પીવાના પાણીની સમસ્યા વકરી

- મોંઘવારી નિવારણ મંચ દ્વારા રેલી સાથે પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

સાઠંબા, તા.16 એપ્રિલ 2018, સોમવાર

બાયડ તાલુકાના ૭ ગામોમાં પીવાના પાણીની પડતી તકલીફને લઈ મોંઘવારી નિવારણ મંચ દ્વારા શહેરમાં રેલી યોજી સૂત્રોચ્ચાર પોકારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.

બાયડ તાલુકાના સાઠંબા,ઈન્દ્રાણ,હઠીપુરા,ઓઢા પંચાયત,મુનજીના મુવાડા,બોરડી, પટેલના મુવાડા અને આમોદરા ગામોમાં પીવાના પાણીની મોટી તકલીફ છે. ગામોમાં ઉનાળાની શરૃઆતથી જ ૫ાણીની તકલીફ ઉભી થઈ છે.અડધા તાલુકાની વસ્તી આ વિસ્તારમાં આવેલી છે. કર્વારી ઉધોગના કારણે પાણીના તળ ઉંડા થયા છે. ઘણી જગ્યાએ હેન્ડપંપ પણ બંધ હાલતમાં છે.જયારે આ પંથકના તળાવો પણ ખાલીખમ થયા છે.જેથી પશુઓ માટે પીવાના પાણીની પણ સમસ્યા ઉભી થઈ છે.

જયારે મોટાભાગના ખેડૂત પરીવારો પશુપાલન પર નભે છે.હાલની પરિસ્થિતિ પશુઓ માટે પીવાના પાણીની મોટી તકલીફ હોય સોમવારના રોજ મોંઘવારી નિવારણ મંચના સીરાજભાઈ મોડાસીયા સહિત મોટીસંખ્યામાં કાર્યકરો સાથે બાયડ શહેરમાં રેલી યોજી હતી. સૂત્રોચ્ચાર પોકારી આ રેલી પ્રાંત કચેરીએ પહોંચી હતી. અને તંત્રને આવેદનપત્ર આપ્યું હતું.આવેદનમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સત્વરે પીવાના પાણીની અને પશુઓ માટેના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી.

Post Comments