Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અરવલ્લી જિલ્લામાં એરંડાનું ૨૭૪૦૦ હેકટરમાં વાવેતર

- ગત વર્ષ કરતા ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં એરંડાનો ભાવમાં રૃ. ૨૦૦નો ઉછાળો

- એરંડાનો ભાવ વધીને ૯૩૦ રૃપિયાએ પહોંચ્યો

મોડાસા,તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017

અરવલ્લી જિલ્લામાં ચાલુ સાલે વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લામાં ખેડૂતોએ એરંડાનું વાવેતર આશરે ૨૭૪૦૦ હેકટરમાં કરાયું છે.ગત સાલ કરતાં ચાલુ સાલે એરંડાનું વાવેતર વધુ થયેલ છે.ગયા સપ્ટેમ્બર ૨૦૧૬માં એરંડાનો ભાવ ૭૧૦ થી ૭૩૦ ભાવ રહયો હતો.

જયારે ચાલુ સાલે સપ્ટેમ્બર માસમાં એરંડાનો ભાવ ૯૦૦ થી ૯૩૦ બોલાતાં તેજીનો ચમકારો દેખાતાં ખેડૂત આલમમાં આનંદ છવાયો છે.

ચાલુ વર્ષે ચોમાસાની સીઝનના છેલ્લા ત્રણ માસમાં અરવલ્લી જિલ્લામાં ૧૦૦ ટકા થી વધુ સીઝનનો વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લાના ખેડૂતોએ એરંડાનું વાવેતર મોટાપ્રમાણમાં કર્યું છે.સારા વરસાદને પગલે એરંડાનું વાવેતર અરવલ્લી જિલ્લામાં આશરે ૨૭૪૦૦ હેકટરમાં કરાયું છે.જયારે અન્ય પાકોનું પણ વાવેતર મોટાપાયે કરાયું છે.પરંતુ એરંડો રોકડીયા પાક તરીકે ગણાય છે.ત્યારે ધરતીપુત્રોએ આ સાલે એરંડાનો પાક મબલક ઉતરશે એવી હૈયા ધારણાઓ સેવી છે.

ગત સપ્ટેમ્બર માસમાં જે એરંડાની આવકો માર્કેટયાર્ડોમાં નોંધાઈ હતી જેના કરતાં આ સાલે સપ્ટેમબર માસમાં વધુ આવકો નોંધાઈ છે.છતાં એકાએક એરંડાના ભાવમાં ઉછાળો આવતાં ખેડુતો ખુશ જોવા મળ્યા હતા.ગત સપ્ટેમ્બર ૨૦૧૬ ના માસમાં એરંડાનો ભાવ રૃપિયા ૭૧૦ થી ૭૩૦ રહયો હતો.જયારે ચાલુ સપ્ટેમ્બર માસમાં એરંડાનો ભાવ  રૃપિયા ૯૦૦ થી ૯૩૦ બોલાતાં ખેડૂત આલમમાં તેજી જોવા મળી હતી.

જિલ્લામાં એરંડાનું વાવેતર

તાલુકો

વાવેતર

બાયડ

૬૫૫૦ હેકટર

માલપુર

૨૫૦૦ હેકટર

મેઘરજ

૪૭૫૦ હેકટર

ભિલોડા

૩૫૦૦ હેકટર

ધનસુરા

૪૫૫૦ હેકટર

મોડાસા

૫૫૫૦ હેકટર



સતત વરસાદથી અન્ય પાકોનો બગાડ થતાં એરંડાનું વાવેતર વધ્યુ
ચાલુ સીઝનમાં સરેરાશ વધુ વરસાદ વરસતાં કપાસ તથા અન્ય પાકોમાં નુકશાન થતાં તથા વાવેતર ના થયેલ પડતર જમીનમાં એરંડાનું વાવેતર પાછોતરૃ થતાં વાવેતરના આકંડા વધશે.આ વખતે સતત વરસાદના કારણે પાક મોડો પાકવાની સંભાવના છે.

હજુ પણ ખેડૂતો તથા સ્ટોકિસ્ટો પાસે મોટો માલ પડયો હોવાની સંભાવના
થોડા સમય પહેલા ટૂંકાગાળાની આવેલી તેજીમાં વધુ ભાવ લેવા ના વેચેલો માલ હજુ સ્ટોકીસ્ટરો તથા ખેડૂતો પાસે મોટીમાત્રામાં સ્ટોક પડયો હોવાની સંભાવના છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન આવક હતી એના કરતાં અત્યારે ત્રણઘણી આવક છે. હજુપણ લોકોની ૧૦૦૦ પુરા ભાવ લેવાના મૂડમાં છે. તો હજુ બજારમાં તેજી થાય તો સ્ટોકીસ્ટરો તથા ખેડૂતોને મોટો ફાયદો થાય તેવી સંભાવના.

Post Comments