Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

SBIનો ત્રિમાસિક નેટ નફો ૨૦.૪૪% ઘટીને રૃ.૨૦૦૫ કરોડ : આવક ૨૮.૫૭ ટકા વધી

(વાણિજ્ય પ્રતિનિધિ)    મુંબઈ, શુક્રવાર તા. 11 ઓગસ્ટ 2017
ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(એસબીઆઈ) દ્વારા ૩૦,જૂન ૨૦૧૭ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના નબળા પરિણામ જાહેર કર્યા છે. બેંકનો ચોખ્ખો નફો ગત વર્ષના સમાનગાળાના રૃ.૨૫૨૦.૯૬ કરોડની  તુલનાએ ૨૦.૪૪ ટકા ઘટીને રૃ.૨૦૦૫.૫૩ કરોડ અને કુલ આવક ૨૮.૫૭ ટકા વધીને રૃ.૬૨,૯૧૧.૦૮ કરોડ થઈ છે.

કુલ એનપીએ રૃ.૧,૧૨,૩૪૩ કરોડથી વધીને રૃ.૧,૮૮,૦૬૮ કરોડ : નેટ એનપીએ ૪.૦૫ ટકાથી વધીને ૫.૯૭ ટકા
બેંકની કુલ એનપીએ-નોન પર્ફોર્મિંગ એસેટ રૃ.૧,૦૧,૫૪૧.૧૮ કરોડની તુલનાએ વધીને રૃ.૧૮૮,૦૬૮.૪૯ કરોડ થઈ છે. જ્યારે રેશીયોમાં કુલ એનપીએ ૬.૯૪ ટકાની તુલનાએ વધીને ૯.૯૭ ટકા અને નેટ એનપીએ ૪.૦૫ ટકાની તુલનાએ વધીને ૫.૯૭ ટકા થઈ છે.

બેંક દ્વારા પ્રોવિઝન્સ અને કન્ટીજન્સીઝ ૨૦.૪૬ ટકા વધીને રૃ.૮૯૨૯.૪૮ કરોડ થઈ છે. જેમાંથી એનપીએ માટે જોગવાઈ ૯૧.૨૬ ટકા વધીને રૃ.૧૨,૧૨૫.૨૬ કરોડ થઈ છે. પ્રોવિઝન કવરેજ રેશીયો ૩૦,જૂન ૨૦૧૭ના અંતે ૬૦.૭૯ ટકા રહ્યો છે.

બેંકની ચોખ્ખી વ્યાજ આવક રૃ.૧૪,૪૩૭.૩૧ કરોડની તુલનાએ ૨૨ ટકા વધીને રૃ.૧૭,૬૦૬.૦૧ કરોડ થઈ છે. બેંકનું ધિરાણ ૨૭.૩૭ ટકા વધીને રૃ.૧૮.૦૪ ટ્રીલિયન અને થાપણો ૪૬.૦૨ ટકા વધીને ૨૬.૦૩ ટ્રીલિયન થયા છે.

Post Comments