Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગરમાં વાનની ટક્કરે આરએસએસના અગ્રણીનું મોત

- આગેવાનના મૃત્યુથી વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો

- મૃતક સાબરકાંઠા જિલ્લા સુવર્ણકાર સંધ અને હિંમતનગર જ્વેલર્સ એસો.ના પ્રમુખ હતા

હિંમતનગર, તા.11 જૂલાઇ 2018 બુધવાર

આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના સાબરકાંઠા જિલ્લાના અગ્રણી તથા સાબરકાંઠા જિલ્લા સુવર્ણકાર સંઘ અને હિંમતનગર જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખને બુધવારે સવારે એક વાહને ટક્કર મારતા તેમનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યુ હતુ જે અંગે શહેરમાં ખબર પડતા સોની વેપારીઓએ બંધ પાડયો હતો.

આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ, સાબરકાંઠા જિલ્લા સુવર્ણકાર સંઘ અને હિંમતનગર જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ અંબાલાલભાઈ રતીલાલ સોની બુધવારે સવારના સુમારે શારદાકુંજ વિસ્તારમાં આવેલ પોતાના નિવાસ સ્થાનેથી  ધંધા અર્થે વિનાયક જ્વેલર્સમાં દ્વિચક્રી વાહન લઈને બળેલી મીલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે મારૃતી કારે ટક્કર મારતા અંબાલાલભાઈ સોની તેમના એક્ટીવા પરથી તરતજ જમીન પર પટકાયા હતા જેથી ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા જ્યા તેમનું મોત નિપજ્યુ હતુ.

બીજી તરફ આ અંગે હિંમતનગર સોની બજારમાં ખબર પડતા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા પરિવારજનોના જણાવાયા મુજબ અંબાલાલભાઈ સોનીની અંતિમયાત્રા ગુરૃવારે સવારે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે.

Post Comments