Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મંદિરના ટ્રસ્ટ મુદ્દે ઝઘડો થતા દોડી ગયેલી પોલીસ પર હુમલો ઈડરના ભોઈવાડામાં પોલીસ પર પથ્થરમારો

- હુમલામાં એક એ.એસ.આઈ.ને ઈજા: બે પોલીસ વાનના કાચ તૂટયા: મહિલાઓ સહિત ૧૯ સામે ગુનો અંબાજી મંદિર આગળ ચ

ઈડર, તા. 11 જૂલાઇ 2018 બુધવાર

ઈડરમાં ગત મોડી રાત્રે અંબાજી મંદિર ટ્રસ્ટ બાબતે ભોઈ સમાજ વચ્ચે ઝઘડો ચાલતા હોવાની માહિતી મળતાં પોલીસની એક ટીમ ભોઈવાડામાં દ ોડી ગઈ હતી. જો કે પોલીસને જોઈ ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ 'આ અમારા મસાજનો ઝઘડો છે' તેમ કહી પોલીસ પર પથ્થરમારો કરોી  હુમલો કરતાં એક આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરને ઈજા પહોંચી હીત. જ્યારે બે પોલીસ વાહન ક્ષતિગ્રસ્ત થયાહતા. આ અંગે આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટરની ફરિયાદ આધારે પોલીસે ભોઈ સમાજના ૧૯ જેટલા સ્ત્રી-પુરૃષ સહિત ટોળા વિરૃદ્ધ રાયોટીંગ તથા સરકારી કામમાં દખલ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અંગેની ફરિયાદ નોંધી કેટલાક લોકોની સ્થળ પરથી અટકાયત કરી છે.

હાલમાં પોલીસે આ મંદિર આગળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મંગળવારે મોડી રાત્રે ઈડર પોલીસને ફોન થકી માહિતી મળી હતી કે, ભોઈવાડામાં અંબાજી મંદિર ટ્રસ્ટ બાબતે ભોઈ સમાજના લોકો વચ્ચે ઝઘડો ચાલે છે. આ માહિતી બાદ એ.એસ.ઈ.  દલપતભાઈ ખુશાલભાઈ પોલીસના અન્ય માણસોને સાથે લઈ ભોઈવાડામાં દોડી ગયા હતા.

અહીં મોટું ટોળું ભેગું થયું હોઈ તેઓએ ટોળું વિખેરવા પ્રયાસ આરંભ્યો  ત્યાં જ ટોળામાંથી કોઈકે પોલીસને પ્રશ્ન કર્યો હતો કે 'આ અમારા સમાજના મદંર ટ્રસ્ટ બાબતનો ઝઘડો છે, તેમાં તમે કેમ આવ્યા છો.'
ત્યારબાદ ઉશ્કેરાયેલા કેટલાક લોકોએ પોલીસ પર તથા સરકારી ગાડી પર પથ્થરમારો કર્યો હતો.  જેમાં સરકારી ગાડીના કાચ ફુટી ગયા હતા.

બાદમાં એ.એસ.આઈ.એ ઘટના અંગે ઉચ્ચ અધિકારીને જાણ કરતા ંઈડર પી.આઈ. એમ. બી. ઝાલા તથા પી.એસ.આઈ. દેસાઈ સહિતનો પોલીસ કાફલો ભાઈવાડામાં દોડી ગયો હતો. દરમ્યાન કેટલાક લોકોએ પોલીસના આ અધકારીઓની ટીમ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જેમા ંપોલીસની અન્ય એક સરકારી ગાડીના કાચ પણ ફુટી ગયા હતા. ઉપરાંત આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર દલપતભાઈને છાતીના ભાગે પથ્થર વાગતાં ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ જવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  હતો. બાદમાં અધિકારીએ વધુ પોલીસ ફોર્સ બોલાવી સ્થળ પરથી જ ૧૮ જેટલા ભોઈ સમાજના સ્ત્રી-પુરૃષોની અટકાયત કરી હતી.

આ ઘટના અંગે એ.એસ.આઈ. દલપતભાઈની ફરિયાદ આધારે પોલીસે ભોઈ સમાજના ૧૯ જેટલા સ્ત્રી-પુરૃષ સહિત ટોળા વિરૃદ્ધ ફરિયાદ નોંધી, ટોળાના માણસોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ આજે જિલ્લા પોલીસ વડાએ પણ ઘટનાસ્થળની  મુલાકાત લીધી  હતી. હાલમાં આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

કોની-કોની સામે ફરિયાદ

(૧) કિરણભાઈ પુજાભાઈ ભોઈ
(૨) શૈલેૈષભાઈ ગોવિંદભાઈ ભોઈ
(૩) સંજયભાઈ ભોઈ
(૪) હરેશભાઈ ભોઈ
(૫) હસમુખભાઈ ભોઈ
(૬) ત્રિકમભાઈ ભોઈ
(૭) પુંજાભાઈ ભોઈ
(૮) ભીખાભાઈ ભોઈ
(૯) પ્રવિણભાઈ ભોઈ
તથા ૧૦ મહિલાના નામ જોગ અને ટોળાનાં અન્ય માણસો.

Post Comments