Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાટણની મોટીસરામાં ૧ર વર્ષ અગાઉની મારામારી કેસમાં ૪ વ્યક્તિઓને સજા

-૪ પૈકી દરેકને અલગ અલગ સજા ફરમાવી વધુમાં વધુ અઢી માસની સજા તથા દંડ

પાટણ, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

પાટણ શહેરના મોટીસરા વણકરવાસમાં ૧ર વર્ષ પૂર્વ થયેલી મારામારીની ઘટનાના ચાર આરોપીઓને આજે પાટણના જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કે.એમ. ગોહેલ છ માસથી અઢી વર્ષ સુધીની સાદી કેદની સજાનો હુકમ તથા રૃ.પ૦૦-પ૦૦ નો મળી કુલે રૃ.૩૦૦૦ નો દંડની સજા ફટકારી હતી. કોર્ટે આરોપીઓને પ્રોબેશનનો લાભ આપવાનો પણ ઈન્કાર કર્યો હતો.

આરોપીઓ પૈકી અમરીશભાઈ બાબુભાઈ સોલંકીને આઈ.પી.સી. ૩ર૬ અંતર્ગત અઢી વર્ષની સાદીકેદ અને રૃ.પ૦૦ નો દંડ તથા આઈ.પી.સી. ૩ર૪ અંતર્ગત ૧ વર્ષની સાદી કેદ અને રૃ.પ૦૦ નો દંડ ની સજા ફટકારી હતી. જયારે કમલેશભાઈ દલપતભાઈ સોલંકીને આઈપીસી ૩ર૪ અંતર્ગત એક વર્ષની સાદી કેદ અને રૃ.પ૦૦ નો દંડ તથા આઈપીસી કલમ-૩રપ અંતર્ગત બે વર્ષની સાદી કેદ અને રૃ.પ૦૦ નો દંડની સજા કરી હતી. જયારે લાલાભાઈ બાબુભાઈ સોલંકીને આઈપીસી ૩ર૪ અંતર્ગત એક વર્ષની કેદ અને રૃ.પ૦૦ નો દંડ તથા બાબુભાઈ નાથાભાઈ સોલંકીને આઈપીસી ૩ર૩ અંતર્ગત છ માસની સાદી કેદ અને રૃ.પ૦૦ ના દંડની સજા ફટકારી હતી.

આ કેસની વિગતો એવી છે કે, તા.૧૯-૯-૦૪ ના રોજ શહેરના મોટીસરા વિસ્તારમાં રહેતા ચેતનભાઈ મફતલાલ વણકર તેમના ભાઈ ગીરીશભાઈ તથા પિતા મફતભાઈ વિગેરે ઘરના આંગણામાં બેઠા બેઠા વાતો કરતા હતા ત્યારે આક્ષેપ પ્રમાણે અમરીશભાઈ અને કમલેશભાઈ હથિયારો સાથે આવીને મફતભાઈને મારવા લાગ્યા હતાને તેમને પાઈપ ધારીયાથી મારતા ઈજા થઈ હતી. તેઓએ ચેતનભાઈ અને ગીરીશભાઈ પર હુમલો કરીને હાથેપગે માથે ઈજાઓ કરી હતી.

આ અંગેનો કેસ પાટણની જયુડીશીયલ કોર્ટમાં ચાલી જતા જજ કે.એમ. ગોહેલે બંને પક્ષોની રજુઆતો સાંભળી આરોપીને દોષીત ઠેરવીને તેઓને સજા ફટકારી હતી. આ બનાવ ઉપરોક્ત બનાવના પાંચ વર્ષ પૂર્વની એક અદાવતના કારણે બન્યો હતો.

Post Comments