Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાલનપુરની કોલેજના પ્રોફેસરને મહિલાની છેડતી મામલે ત્રણ વર્ષની કેદ

- વર્ષ ૨૦૦૬ના પ્રવાસ દરમિયાન

- મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસ દરમિયાન અશ્લિલ હરકતો, ચેનચાળા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

મહેસાણા, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
પાલનપુરની એક કોલેજમાંથી સને ૨૦૦૬માં મહારાષ્ટ્ર અને ગોવાના ૧૦ દિવસના પ્રવાસમાં કોલેજની મહિલા પ્રોફેસરને કોલેજના આચાર્ય દ્વારા પ્રવાસ દરમિયાન અવારનવાર ચેનચાળા કરી અશ્લીલ વાતો કરી પજવણી, માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે પ્રવાસ પરત ફર્યા બાદ મહિલા પ્રોફેસરે પાલનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પાલનપુરની જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રોફેસર(આચાર્ય)ને ત્રણ વર્ષ અને ત્રણ માસની કેદ તથા ૧૭૦૦ રૃપિયાનો દંડ ફટકારી સજા ફરમાવવામાં આવી છે.

આ કેસની વિગત પ્રમાણે પાલનપુરની એક કોલેજમાં કાર્યકારી આચાર્ય તરીકે ફરજ બજાવતા કનુભાઈ નગાભાઈ પટેલ, (રહે. ફતેપુરા, તા. ધાનેરા)વાળાએ સને ૨૦૦૬માં તા. ૧૦-૧૦-૨૦૦૬થી ૨૦-૧૦-૨૦૦૬ દરમિયાન મહારાષ્ટ્ર અને ગોવાના પ્રવાસનું આયોજન કરેલ હતું.

જેમાં તેઓ કોલેજના પ્રવાસ કન્વીનર હતા. આ પ્રવાસ દરમિયાન કોલેજની મહિલા પ્રોફેસરને આરોપી પ્રોફેસર દ્વારા પ્રવાસ દરમિયાન અવારનવાર અશ્લીલ વાતો કરી પજવણી કરતો હતો. જ્યારે પરત ફરતી વખતે કામરેજ સુરત દાદા ભગવાનના મંદિરે નાસ્તો કરવા રોકાણ કરેલ. તે દરમિયાન મહિલા પ્રોફેસરને એકલી જોઈ કેવી સગવડ છે તેમ કહી બિભત્સ વર્તન કરી તેણીનો હાથ પકડી ઢસડી ધક્કો મારી પાડી દીધી હતી. તે સમયે તેણીના પુત્રએ બુમાબુમ કરતાં આરોપી પ્રોફેસર નીકળી ગયો હતો  જેથી પ્રવાસથી પરત આવ્યા બાદ તેણીએ કોલેજના ટ્રસ્ટીને જાણ કર્યા બાદ પાલનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ પાલનપુરની ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કલ્પેશકુમારની દલીલોને ધ્યાને રાખી આરોપી પ્રોફેસર કનુભાઈ પટેલને તકસીરવાન ઠેરવી જુદી જુદી કલમો મુજબ ત્રણ વર્ષ અને ત્રણ માસની કેદની સજા તથા રૃા. ૧૭૦૦નો દંડ ફટકારતી સજા ફરમાવતો હુકમ કર્યો હતો.
 

Post Comments