Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગરમાં બે અને માલપુરમાં સ્વાઈન ફલુનો એક કેસ

- આડાહાથરોલની મહિલા, કાબોડીનો યુવક અને માલપુરનો બાળક સ્વાઇન ફલુમાં સપડાયો

- સિવિલમાં આઇસોલેટેડ વોર્ડ ઉભા કરાયા

-દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

હિંમતનગર,મોડાસા, તા.૧૧ ઓગસ્ટ ગુરુવાર 2017
સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સ્વાઈન ફુલના રોગે હાહાકાર મચાવી દીધો છે ત્યારે રાજયનું આરોગ્ય તંત્ર પણ કામે લાગી ગયુ છે. દરમ્યાન શુક્રવારે હિંમતનગર તાલુકાના આડાહાથરોલ ગામની ૪૫ વર્ષિય મહિલા સ્વાઈન ફુલમાં સપડાતા તેણીને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ઉભા કરાયેલા આઈસોલેટેડ વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. ઉપરાંત હિંમતનગર તાલુકાના કાબોડી ગામના પણ એક ૩૦ વર્ષના યુવાનને શંકાસ્પદ સ્વાઈન ફુલના લક્ષણો જણાતા તેને પણ સિવિલમાં સારવાર અપાઈ રહી છે.ૅજયારે અરવલ્લી જિલ્લાના માલપુરમં પણ એક આઠ વર્ષના બાળક સ્વાઇન ફલુમાં સપડાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

 આ અંગે સિવિલ સર્જન ર્ડા.જયંત ઉપેરીયાના જણાવ્યા મુજબ હિંમતનગર તાલુકામાં આવેલ આડાહાથરોલ ગામની એક ૪૫ વર્ષની મહિલા છેલ્લા કેટલાક દિવસથી બીમારીમાં સપડાઈ હતી. જેથી તેણીએ સ્થાનિક ર્ડાકટર પાસે સારવાર લીધી હતી. પરંતુ તબીયતમાં સુધારો ન થતા સારવાર માટે હિંમતનગર સિવિલમાં દાખલ કરાઈ હતી. જયાં ફરજ પરના ર્ડાકટરોએ તેણીનું મેડીકલ પરીક્ષણ કર્યા બાદ લોહીના નમુનાની લેબોરેટરી કર્યા બાદ આ મહિલાને સ્વાઈન ફુલ થયો હોવાના લક્ષણો જણાયા હતા. જેથી તેણીને હિંમતનગર સિવિલમાં જ સારવાર માટે રખાઈ છે.

બીજી તરફ હિંમતનગર તાલુકાના કાબોડી ગામના એક ૩૦ વર્ષના યુવાનને પણ શંકાસ્પદ સ્વાઈન ફુલના લક્ષણો તપાસ બાદ જણાઈ આવતા તેને પણ સિવિલમાં સારવાર હેઠળ રખાયો છે. જયાં મહિલા અને આ યુવાનની તબીયત સુધારા પર હોવાનું સિવિલ સર્જને જણાવ્યુ હતુ. બીજી તરફ જિલ્લામાં જયારે પણ ડેન્ગ્યુ, સ્વાઈન ફુલ, કમળો, ઝાડા-ઉલ્ટીના વધુ દર્દીઓ મળી આવે તો આરોગ્ય વિભાગની જવાબદારી અને કામગીરી વધી જાય છે. તેમ છતાં હિંમતનગર તાલુકામાં પોઝેટીવના સ્વાઈન ફુલના એક અને શંકાસ્પદ સ્વાઈન ફુલનો એક કેસ શુક્રવારે પ્રકાશમાં આવ્યો હોવા છતાં જિલ્લાના આરોગ્ય તંત્રને જાણેકે કશી ખબર ન હોય તેમ મીડીયાના કર્મચારીઓને કોઈ માહિતી આપવામાં આવી નથી. તથા જિલ્લા આરોગ્ય અધિકારી સહિત અન્ય અધિકારીઓનો માહિતી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ એક બીજા અધિકારીને ખો આપતા હતા.

અરવલ્લી જિલ્લામાં સ્વાઈન ફલુ એ ભરડામાં લીધો હોય તેમ અગાઉ એક મોડાસા અને માલપુર તાલુકાના પીપરાણામાં બે સ્વાઈન ફલુના કેસ ઝડપાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે માલપુરમાં એક આઠ વર્ષના બાળકને સ્વાઈન ફલુના લક્ષણો શંકાસ્પદ જણાતાં તેને મોડાસાની ખાનગી હોસ્પીટલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.જયારે સ્વાઈન ફલુના કારણે લોકોમાં રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.અરવલ્લી જીલ્લામાં સ્વાઈન ફલુના કેસ ઝડપાતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે. જિલ્લાના આરોગ્ય્ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ માલપુર ગામે ટીમો મોકલી સર્વેલન્સની કામગીરી હાથ ધરાઈ છે. આ ૮ વર્ષના બાળકનો કેશ શંકાસ્પદ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

સાબરકાંઠા  જિલ્લા કલેકટરે આરોગ્ય વિભાગના આવા અધિકારીઓને રૃબરૃ બોલાવી તેમના ખુલાસા લઈ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. હજુ તો ચોમાસું ચાલી રહયુ છે તથા રોગચારાના મહિના તરીકે ઓળખાતા ભાદરવો મહિનો નજીકના દિવસોમાં શરૃ થવા જઈ રહયો છે ત્યારે જીલ્લાનુ આરોગ્ય તંત્ર પોતાની ફરજ પ્રત્યે બેદરકાર ન રહે તે જોવાની જવાબદારી કલેકટરની છે.

Post Comments