Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂતોને શિયાળુ પાક માટે પિયતનું પાણી ન મળતાં નર્મદા નિગમની ઓફિસે હોબાળો

- વાવ-સૂઈગામ તાલુકાના

- અનેક રજુઆતો કર્યા બાદ પણ પાણી ન આવતાં ગામલોકો કચેરીમાં ધસી આવ્યા

થરાદ, તા. ૧૪ નવેમ્બર મંગળવાર 2017

અતિવૃષ્ટીમાં પાયમાલ થયેલ ખેડૂતોને  વાવ, સુઈગામ તાલુકાના ખેડૂતોને  શિયાળુ પાક માટે પિયતનું પાણી ન મળતાં થરાદ ખાતે આવેલ નર્મદા વિભાગની કચેરીએ ધસી આવી હોબાળો મચાવ્યો હતોે.

વાવ, સુઈગામ તાલુકાના છેવાડાના ગામડાઓને અત્યારે શિયાળુ વાવેતર માટે નર્મદા કેનાલોમાં પાણી ન આવતા અનેક વખતે રજુઆત કર્યા પછી પણ કેનાલોમાં પાણી નહીં આવતું હોવાથી બંને તાલુકાના ખેડૂતો થરાદ ખાતે આવેલ નર્મદા વિભાગની કચેરીએ આવી હોબાળો મચાવ્યો હતો. જેને લઈ વાવ તાલુકાના ભાજપના પુર્વ પ્રમુખ ધનજીભાઈ ગોહિલ તથા પીરાભાઈ ગામોટ પણ થરાદ ખાતે નર્મદા કચેરીએ આવીને નર્મદા વિભાગના કર્મચારીઓને ખખડાવ્યા હતા કે તમો ઈરાદાપુર્વક ભાજપ સરકારને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છો. તમે તાત્કાલિક પાણી આપીને ખેડૂતોને ન્યાય આપી અને શિયાળુ પાકના વાવેતર થાય તેવી રીતે પાણી કેનાલોમાં છોડવાની માગ કરી હતી ત્યારે નર્મદા વિભાગના કર્મચારી તાત્કાલિક કેનાલ પર જઈને કામગીરી હાથ ધરી હતી.

Post Comments