Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘરની બહાર ચોકડીમાં કપડાં ધોઈ રહેલી યુવતીની લાજ લૂંટવાનો પ્રયાસ

- પ્રાંતિજ શહેરના પઠાણવાડાની ઘટના

- યુવતીને ઘરમાં ખેંચી જઈન યુવકે નિકાહ પઢવાની વાત કરીને શારીરિક છેડછાડ કર્યાનો આક્ષેપ

પ્રાંતિજ, તા.16 ફેબ્રુઆરી 2017,ગુરુવાર

પ્રાંતિજ શહેરના પઠાણવાડા વિસ્તારમાં ગત બુધવારના બપોરના સમયે પોતાના ઘર આગળ કપડાં ધોતી મુસ્લિમ યુવતીન મુસ્લિમ યુવક દ્વારા આબરૃ લેવાના ઈરાદે ઘરમાં ખેચી જઈ યુવકે મારે તારી સાથે નિકાહ પઢવા છે તેમ કહ્યું. પરંતુ યુવતીએ નિકાહ પઢવાની ના પાડતાં આબરૃ લેવાાનો પ્રયાસ કરતાં યુવતીએ બૂમાબૂમ કરતાં પડોશીઓ દ્વારા યુવકની પંજામાંથી યુવતીને છોડાવી હતી. મુસ્લિમ યુવતીએ યુવક વિરૃદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ગુનો નોંધાવ્યો છે.

પ્રાંતિજ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પ્રાંતિજ શહેરના પઠાણવાડા વિસ્તારમાં રહેતી મુસ્લિમ યુવતી ગુરૃવારના રોજ બપોરના સમયે પોતાના ઘર આગળની ચોકડીમાં કપડાં ધોતી હતી તે દરમ્યાન પ્રાંતિજના જાંબુચોરા વિસ્તારમાં રહેતો વાસીમખાન મુખ્તારખાન પઠાણ નામનો મુસ્લિમ યુવકે આબરૃ લેવાના ઈરાદે યુવતીનો હાઠ પકડી મકાનમાં ખેંચી જઈ 'મારે તારી સાથે નિકાહ પઢવું છે'

તેમ કહેતાં મુસ્લિમ યુવતીએ નિકાહ પઢવાની ના પાડતાં તેને બાથમાં પકડી આબરૃ લેવાની કોશિશ કરતાં યુવતીએ બૂમાબૂમ કરતાં આસપાસના રહીશો ત્યાં આવી પહોંચી મુસ્લિમ યુવકના પંજામાંથી યુવતીને છોડાવી હતી ત્યારે આરોપી શખ્સે મુસ્લિમ યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી લાતો મારી મોંઢાના ભાગે લાફો મારી તેમજ લોકોને જાનથી મારી નાંખીવાની ધમકી આપી હતી.આ અંગે મુસ્લિમ યુવતીએ વાસીમખાન મુખ્તારખાન પઠાણ નામના ઈસમ વિરૃદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશને ગુનો નોંધાવતા પ્રાંતિજ પોલીસે યુવકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Post Comments