Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બલોલ ગામના કેતન પટેલની અંતિમયાત્રામાં પાટીદારો ઉમટયા

- કસ્ટોડીયલ મોત પ્રકરણમાં મહેસાણાના

- સરકારે અને પોલીસે નિષ્પક્ષ તપાસની ખાતરી આપતા મૃતદેહ સ્વીકાર્યો

પાંચોટ બાયપાસ સર્કલ પર ચક્કાજામ : બલોલમાં અગ્નિ સંસ્કાર 
મહેસાણા, તા.18 જૂન, 2017, રવિવાર
 
 
 
મહેસાણાના બલોલ ગામના પાટીદાર યુવાન કેતન પટેલના કસ્ટોડીયલમોત પ્રકરણમાં ૧૩માં દિવસે પરિવારે લાશ સ્વીકારતા વહીવટી તંત્ર સહીત પોલીસ વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. ૬ જુનના રોજ પોલીસ કસ્ટડીમાં બલોલના કેતન પટેલનુંમોત નિપજતા પરિવાર અને પાટીદાર સમાજે સરકાર વિરૃધ્ધ રોષે ભરાઈ જવાબદારો સામે પગલા  ભરવાનગી માંગણી કરતા સરકારે અને પોલીસે કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસની ખાતરી આપતા પરિવાર અને પાટીદારોએ રવિવાર સવારે સિવિલ હોસ્પિટલમાંથી કેતન પટેલના મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. કેતન પટેલની અંતિમ યાત્રા સિવિલ હોસ્પિટલથી બલોલ તેના વતન સુધી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.
કેતન પટેલના કસ્ટોડીયલ ડેથના પ્રશ્ને મોટાભાગની માંગણીઓ સ્વીકારાતા તેમજ પોલીસે જિલ્લા બહારની એસ.આઈ.ટીની ટીમ રચી કેસની નિષ્પક્ષ અને તટસ્થ તપાસની ખાતરી આપતા કેતન પટેલના પરિવારે ૧૩ મા દિવસે રવિવારે સવારે ૭ કલાકે કેતન પટેલનો સ્વીકાર કર્યો હતો. આ સમયે પાટીદાર અગ્રણી બાબુભાઈ માંગુકીયા, કોંગ્રેસ નેતા અલકાબેન ક્ષત્રિય, એસ.પી.જી. અધ્યક્ષ સહીત આગેવાનો યુવાનો હાજર રહ્યા હતા. કેતન પટેલના મૃતદેહને ચુસ્ત પ્લાસ્ટીકની બંગમાં બાંધીને રેફ્રીઝરેટરમાં નીચા તાપમાને શબ પેટીમાં રાખી સિવિલમાંથી ૮-૩૦ કલાકે સવારે સમશાન યાત્રા નિકળી હતી. આ સ્મશાન યાત્રામાં ધારીના ધારાસભ્ય નલીન કોટડીયા, કોંગરેસના સિધ્ધાર્થ પટેલ, વિજાપુરના કોંગી ધારાસભ્ય પી.આઈ. પટેલ, પાસના વરૃણ પટેલ, અતુલ પટેલ સહિતના આગેવાનો જોડાયા હતા. કેતન પટેલની સ્મશાનયાત્રા સિવિલથી નિકળી ગોપીનાળા થઈ રાધનપુર ચાર રસ્તા થઈ પાંચોટ બાયપાસ સર્કલ પર બપોરે ૧ર-૩૦ કલાકે પહોંચી હતી. ત્યારબાદ સ્મશાન યાત્રા નુગર બાયપાસ સર્કલ થઈ સામેત્રા અને ત્યાંથી મીઠા ચોકડીથઈ બલોલ ખાતે પહોંચી હતી. બલોલ ખાતે કેતન પટેલના મૃતદેહને તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી સ્મશાન યાત્રા ગામમાં ફરી સ્મશાનના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સ્મશાનમાં બલોલ સહીત આજુબાજુ ગામના મોટી સંખ્યામાં પાટીદારો ઉમટયા હતા. આ સ્મશાન યાત્રામાં પોલીસ સામે રોષ જોવા મળતો હતો. 
 
પાટીદાર આગેવાનો પગપાળા ચાલ્યા
પાટીદાર યુવક કેતન પટેલનો મૃતદેહ પરિવારે સ્વિકારતા તેની સ્મશાન યાત્રા રવિવાર સવારે મહેસાણાસિવિલ હોસ્પિટલમાંથી નિકળી હતી. આ સ્મશાનયાત્રામાંકેટલાક પાટીદાર આગેવાનો સિવિલમાંથી તો કેટલાક આગેવાનો સ્મશાનયાત્રાના રૃટ પરથી માર્ચમાંથી જોડાયા હતા. જો કે આ તમામ આગેવાનો સ્મશાન યાત્રામા પાંચોટ બાયપાસ સર્કલ સુધી પગપાળા ચાલ્યા હતા અને કેતન પટેલને શ્રધ્ધાંજલી આપી હતી
 
દ્વારકાપુરી ફલેટ પાસે પોલીસવાન ફસાઈ
સ્મશાન યાત્રા રાધનપુર ચાર રસ્તા પરથી નિકળી હતી અને ઠેર ઠેર ચાર રસ્તા પર પાટીદારો મૃતદેહ પર ફુલ અર્પણ કરી શ્રધ્ધાંજલી આપતા હતા. ત્યારે દ્વારકાપુરી ફલેટ પાસે ચાર રસ્તા પર રસ્તો બ્લોક કરતા યાત્રાના ટ્રાફીકમાંપોલીસની ગાડી ફસાઈ હતી ત્યારે પોલીસ અધિકારી પાટીદાર યુવાનને સમજવવા જતા શાબ્દીક ટપાટપી થવા પામી હતી. જો કે પાટીદાર આગેવાનોએ મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો હતો. 
 
સ્મશાનયાત્રાના રૃટ પર પાટીદાર વિસ્તારોમાં લોકો ટોળે વળ્યા
મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી નિકળેલી સ્મશાન યાત્રા રાધનપુર રોડ પર પહોંચતા પાટીદાર વિસ્તારોમાંલોકોનાટોળા રોડ પર એકઠા થયા હતા અને મૃતદેહ પર ફુલ અર્પણ કરી ઠેર ેર શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.
 
પાંચોટ બાયપાસ સર્કલ પર ચક્કાજામ
સ્મશાન યાત્રા પાંચોટ બાયપાસ સર્કલ પાસે પહોંચે તે પૂર્વે કેટલાક યુવાનોએ મહેસાણાથી પાલનપુર તરફ જતો રોડ બ્લોક કરી ચક્કાજામ કર્યો હતો. જેથી વાહનોની લાંબી કતારો લાગતા મામલો તંગ બન્યો હતો. જો કે પાટીદાર અગ્રણીઓએ યુવાનોને સમજાવતા રસ્તો ખુલ્લો કરી દઈ ટ્રાફીક પૂર્વવત કરાયો હતો. આ સમયે એક કેમેરામેને કવરેજ કરતા કેમેરામાંથી રેકોડીંગ કાઢી નાખવા મામલે સામાન્ય તકરાર પણ થઈ હતી. 

Post Comments