Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બ્લેકટ્રેક વહનકર્તા ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાળ યથાવત

- ભાવવધારો- ઓવરલોડીંગ મામલે

- અરવલ્લી અને સાબરકાંઠામાં કપચી, મેટલ બ્લેકટ્રેપના વપરાશકારોને મુશ્કેલી

મોડાસા તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ બ્લેકટ્રેપ વહન કરનાર ટ્રક ટ્રાન્સપોર્ટરોની હડતાળ યથાવત રહી હતી. જેને કારણે આજે પણ હજારો ટ્રકોના પૈડા થંભી ગયા હતા અને આ હડતાળ ગેરકાયદેસર અને ઓવરલોડીંગ તેમજ ભાવવધારાના મુદે ટ્રક ટ્રાન્સપોટરોએ બીજા દિવસે પણ ચાલુ રાખી હતી.  

બંને જિલ્લાઓમાં આવેલ કવોરીઓમાંથી કપચી, ગ્રીટ, મેટલ અને બ્લેકટ્રેપ તથા ડસ્ટનો જથ્થો  ટ્રકો મારફતે અમદાવાદ, મહેસાણા તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોકલવામાં આવે છે રોજબરોજ હજારો ટ્રકો ધ્વારા આ જથ્થો મોકલી અપાય છે. પરંતુ, છેલ્લા કેટલાય સમયથી ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ અને ભાવવધારા  સહિત મામલે ટ્રક ટ્રાન્સપોર્ટ માલિકોએ  ડિઝલ અને સ્પેર પાર્ટસ વગેરેમાં  રીપેરીંગના ભાવ વધારાના મુદે પણ નારાજગી વ્યક્ત કરીને આ હડતાળ પાડી છે. બંને જિલ્લાઓમાં બ્લેકટ્રેપ વહન કરનારા ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાળને પગલે   કપચી, મેટલ અને ગ્રીટ તેમજ બ્લેકટ્રેપના વપરાશકારો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

Post Comments