Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેડીકલ અને પેરામેડીકલમાં પ્રો-રેટા પ્રમાણે પ્રવેશ આપવા વિદ્યાર્થીઓનું કલેકટરને આવેદનપત્ર

- પ્રો-રેટા કાઢી નાખવામાં આવશે તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્યાય થશે તેવી માંગ સાથે હિંમતનગરમાં વિદ્યાર્થીઓએ રેલી યોજી

હિંમતનગર, તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
હાલમાં મેડીકલ/ડેન્ટલ તેમજ પેરામેડીકલ કોર્ષમાં વર્ષ-૨૦૧૭માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે પ્રો-રેટા કાઢી નાખવામાં આવશે તેવી જાહેરાત પ્રવેશ સમિતિ ધ્વારા કરવામાં આવી રહી છે. જો પ્રો-રેટા કાઢી નાખવામાં આવશે તો ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખુબજ અન્યાય થશે. જેને લઈ હિંમતનગર શહેરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીએ રેલી સ્વરૃપે કલેકટર કચેરીએ આવેદન પત્ર આપ્યુ હતુ.

વર્ષ ૨૦૧૬ મેડીકલ/ડેન્ટલમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ માટેનું સેટ મેટ્રીકસ ગુજરાત બોર્ડ માટે ૩૫૭૮, સીબીએસસી માટે ૧૬૩ અને આઈએસસીઈ માટે ૧૮ સીટ તેવું પ્રો-રેટા મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા. હવે જો વર્ષ ૨૦૧૭ કે તેના પછીના વર્ષમાં પ્રો-રેટા કાઢી નાખવામાં આવે તો હાલમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા ૭૪૭૦૯ વિદ્યાર્થીઓને તથા પછીના વર્ષના વિદ્યાર્થીઓને ખૂબ જ અન્યાય થશે કારણ કે સીબીએસઈ અને આઈએસસીઈ ના વિદ્યાર્થીઓ અગાઉથી જ નીટના અભ્યાસક્રમને સંલગ્ન પાઠયપુસ્તક ભણતા આવ્યા છે. તથા તેના લગતા સંદર્ભ પુસ્તકો પણ તેઓ પાસે બહોળી માત્રામાં ઉપલબ્ધ છે. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પાસે ગુજરાતીમાં ઉપલબ્ધ સંદર્ભ પુસ્તકોની મોટી અછત છે.

બોર્ડ ધ્વારા પ્રકાશિત કરેલ પ્રશ્નબેંક તથા પુરવણી પુસ્તિકામાં પણ નીટનો પાંચેક ટકા સિલેબસ સમાવિષ્ટ થતો નથી. તદ્ઉપરાંત પ્રશ્નબેંકમાં આપવામાં આવેલ ત્રણેય વિષયના આશરે ૩૦૦૦ જેટલા પાનાંનુ વાંચન કરવાનો ચાલુ વર્ષના વિદ્યાર્થીઓ પાસે પુરતો સમય પણ નથી. પ્રશ્નબેંકમાં આપેલ વિગતોને સમજાવી શકે તેવા તજજ્ઞા શિક્ષકો પણ હિંમતનગર તથા તેની આસપાસના ગામમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પાસે નથી. બીજું કે સીબીએસઈ બોર્ડની શાળાઓ રાજયમાં મોટે ભાગે શહેરી વિસ્તારમાં જ આવેલી છે જયારે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓમાં ગ્રામ્ય વિસ્તારની સંખ્યા ખૂબ જ વધુ છે. જયાં સીબીએસઈ નાં વિદ્યાર્થીઓને મળી રહે છે તેવી કોઈ વિશિષ્ટ કોચિંગ આપી શકે તેવી વ્યવસ્થા પણ નથી.

જો પ્રો-રેટા કાઢી નાખવામાં આવશે તો ભવિષ્યમાં ગુજરાત બોર્ડનું મહત્વ અને વધુમાં અસ્તિત્વ પણ રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ તો માંડ માંડ પોતાની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરશે પરંતુ ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે નથી સારી શિક્ષણ વ્યવસ્થા કે નથી ઉંચી ફી ભરી શકવાની ક્ષમતા કે જેથી પ્રાઈવેટ કોચિંગ પણ કરાવી શકે તો શું મેડીકલ/ડેન્ટલ જેવી શાખાઓમાં કારકિર્દી ઘડવાનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહેશે ???

Post Comments