Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજે પોષી પૂનમ મા અંબાનો પ્રાગટય દિન

- અંબાજીમાં આજે જગતજનની માં અંબાની શાહી -સવારી પરિભ્રમણ કરશે

- તોપની સલામી આપી ફૂલોનો વરસાદ કરાશે

- ૨૧૦૦ કીલો સુખડીનો પ્રસાદ માઈભક્તોને અપાશે

અંબાજી,તા.૧૧બુધવાર, જાન્યુારી 017
આજે પોષી પૂનમ અર્થાત વિશેષ પવિત્ર દિવસ જગતની પાલનહાર જગત  જનની માં અંબાનો જન્મ દિવસ હૈપ્પી બર્થ ડે ર્માંના જન્મ દિવસ હોઈ યાત્રાધામ માઈભક્તોથી છલકાઈ જશે. અનેરો ઉત્સવ ઉજવવા માના બાળકો થનગની રહ્યા છે. મંદિર ચાંદની રાતમાં ઝગમગી રહ્યું છે. ગામ શણગારાઈ રહ્યું છે. વધામણા માટે સૌ કોઈ થનગની રહ્યા છે.

જગત જનની માં અંબાનો પ્રાગટય દિનને ઉજવવા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. વહેલી સવારે માં અંબાના મૂળ સ્થાન એવા ગબ્બર પર્વત પરથી અખંડ જ્યોત રથમાં લાવવામાં આવશે. ત્યારબાદ શક્તિદ્વારના દ્વારે દિવ્યરથમાં માંની મહાઆરતી ઉતારવામાં આવશે તે સમયે ફૂલોની વર્ષા કરાશે અને અબીલ ગુલાલની છોળો ઉડાશે. હાથી, ઘોડા, પાલખી વિવિધ ટેબ્લો સાથે ૧૧ઃ૦૦ કલાકે મંદિરના મુખ્ય દ્વાર એવા શક્તિદ્વારથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાશે. જેમાં હજારો માઈભક્તો ભક્તિરસમાં તરબોળ બની પરિભ્રમણ કરશે.

શોભાયાત્રાની શરૃઆતમાં માં અંબાને  તોપની સલામી આપી ફૂલો વરસાવવામાં આવશે. ત્યારબાદ શોભાયાત્રા અંબાજી નગરની પરિક્રમાણે નીકળશે. જ્યાં મા અંબાના દર્શન કરવા આતુર એવા ભક્તજનોને દિવ્ય દર્શન કરાવશે. ભવ્ય રથમાં સવારથી માં અંબાના ભક્તજનો પર કૃપા દ્રષ્ટિ વહેવડાવાશે. જેનાથી માનવજાતનું કલ્યાણ થશે. આ શોભાયાત્રામાં આદિવાસી નૃત્યો તથા રાજસ્થાની કલાકારો દ્વારા નૃત્યોની રમઝટ બોલાવાશે.

અખાડીયનો દ્વારા હેરતભર્યા દાવો કરાશે. જ્યાંથી શોભાયાત્રા પસાર થશે તે માર્ગો પર યુવાનો તથા વેપારી ભાઈઓ દ્વારા લીંબુ શરબત, ફળો, પાણીની સુવિધા કરાશે તથા રાત્રિના સમયે મંદિરના ચાચરચોકમાં શાળાના બાળકો દ્વારા અને કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે. પોષી પૂનમને લઈને માઈભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેડબ્રહ્માના પૌરાણિક અંબાજી માતાના મંદિરમાં
પોષી પૂનમના અંબાજી માતાના પ્રાગટય દિવસે દર્શનાર્થે ભક્તોનો મેળો જામશે
પ્રાગટય દિન નિમિત્તે અન્નકૂટ તથા માતાની પ્રાતઃ આરતી તથા શાંય આરતીનું આયોજન

ખેડબ્રહ્મા, તા. ૧૧
ખેડબ્રહ્મા ખાતે આવેલ મા આદ્યશક્તિનો પૂનમના દિવસ એ પ્રાગટય દિવસ હજારો ભક્તો મા અંબાના દર્શનાર્થે આવશે. મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવશે.

ખેડબ્રહ્મામા આવેલ પૌરાણિક અંબે માનો ઈતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. પ્રાચીનકાળમાં દેવતાઓની પ્રાર્થનાથી અંબેમાં પ્રગટ થયા હતા અને ભવ્ય અને રમણીય પવિત્ર ભૂમિ બ્રહ્મક્ષેત્રે (ખેડબ્રહ્મા)માં બિરાજ્યા હતા જે પોષી સુદ પૂનમનો પ્રાગટય દિવસ કહેવાય છે. માતાજી મંદિરના ટ્રસ્ટ તરફથી પોષી પૂનમના દિવસે વર્ષોથી અન્નકૂટ ભરાય છે. જેનો દર્શન કરવા ક્યાંય ક્યાંયથી ભક્તો ઉમટી પડે છે. ભક્તોને દર્શન કરવા માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પોષી પૂનમ અન્નકટ દર્શન તેમજ આરતીનો સમય માં માતાજીની આરતી સવારે ૬.૩૦ કલાક, રાજભોગ આરતી ૯.૦૦ કલાકે, અન્નકૂટ આરતી ૧૧.૦૦ કલાકે, અન્નકુટ ૧૧.૦૦થી ૩.૦૦ અને સાંજની આરતી ૬.૩૦ કલાકે રહેશે.

Post Comments