Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પુત્રી પર બળાત્કાર ગુજારનાર પિતાને દશ વર્ષ કેદની સજા

- મહેસાણામાં ર૦૧૧માં રક્ષાબંધનના દિવસે માતા અને બે ભાઈઓ મામાના ઘરે ગયા ત્યારે પિતાએ હવસનો શિકાર બનાવ

મહેસાણા, તા. 18 મે, 2017,  ગુરૂવાર
 
મહેસાણામાં પિતા દ્વારા પુત્રી પર   બળાત્કાર ગુજારવાના કેસમાં મહેસાણા ડીસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટે આરોપી પિતાને તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષ કેદ અને રૃ.૧૩ હજાર દંડની સજાનો હુકમ કર્યો છે. વર્ષ ર૦૧૧ માં રક્ષાબંધનના દિવસે પુત્રીના માતા અને બે ભાઈ અમદાવાદ મામાના ઘરે ગયા હતા ત્યારે રાત્રિના સમયે પિતાએ પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ અવાર નવાર ભોગ બનનાર પુત્રીને માર મારી મોતની ધમકી આપીને પિતા પુત્રીને હવસનો શિકાર બનાવતો હતો. 
 
મહેસાણા ખાતે વર્ષ ર૦૧૧ થી ર૦૧પ દરમિયાન ભોગ બનનાર પુત્રી પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. ૧૩ ઓગસ્ટ ર૦૧૧ ના રોજ રક્ષાબંધનનાદિવસે માતા અને બે ભાઈઓ અમદાવાદ ખાતે મામાના ઘરે ગયા હતા ત્યારે રાત્રીના સમયે પિતા શંકરભાઈ કાશીરામભાઈએ પુત્રી પર એકલતાનો લાભ લઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો.
 
બીજા દિવસે પણ પિતા દ્વારા પુત્રીને હવસનો શિકાર બનાવ્યો હતો. આ રીતે વર્ષ ર૦૧૧  દરમિયાન આરોપી પિતાએ ભોગ બનનાર પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. અને માર મારી મોતની ધમકી પણ આપતો હતો. 
 
આ દરમિયાન ટી.વી. પર એપિસોડ જોતા બળાત્કારનો ભોગ બનનાર પુત્રીએ હિંમત એકઠી કરી પિતા વિરૃધ્ધ ૭ સપ્ટેમ્બર ર૦૧૬ ના રોજ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 
 
સદર કેસ મહેસાણા ડીસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જી.બી. પટેલની દલીલો અને પુરાવાને આધારે જજ ડી.એ.જોષીએ આરોપી પિતાને તકસીરવાન ઠરાવી ગુરૃવારે ૧૦ વર્ષ કેદની અને રૃ.૧૩ હજાર દંડની સજાનો હુકમ કર્યો છે. 

Post Comments