Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુઈ ગામ તાલુકાના દુદોસણ ગામની કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડયું

- સરહદી વિસ્તારની કેનાલોમાં ગાબડાનો સીલસીલો

- ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને નુકસાન : તંત્ર પ્રત્યે તીવ્ર રોષ

ભાભર, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
બનાસકાંઠા જીલ્લાના સરહદી વિસ્તાર વાવ-ભાભરમાં નર્મદા કેનાલના હલકી ગુણવત્તાના કામનું પુરાવો એટલે વારંવાર પડતાં ગાબડાં જ કહી શકાય. ગઇકાલે ઢીમા માઇનોર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું પડયું હતું. તે હજી રીપેર પણ નથી થતું ત્યાં આજે સુઈ ગામ તાલુકાના દુદોસણ ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડતાં ખેડૂતોનો મહામૂલો પાક નાશ પામ્યો છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર સુઇ ગામ તાલુકાના દુદોસણ ગામની સીમમાંથી પસાર થતી ડુંગળા માઇનોર-૨ કેનાલમાં ૧૦ ફૂટનું ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાતાં પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. ખેડૂતોનું કહેવુ છે કે આ જગ્યાએ  સતત ચોથીવાર ગાબડું પડયું છે.
 
આ વિસ્તારના ખેડૂત હરસંગભાઇ ચાવડાના ખેતરમાં જીરૃંને વાઢીને પડેલા પાથરામાં કેનાલનું પાણી ભરાતાં મોઢે આવેલ કોળીયો છીનવાઇ ગયો છે ત્યારે વારંવાર પડતા ગાબડા બાબતે ખેડૂતો તંત્ર પ્રત્યે રોષે ભરાયા છે.
 

Post Comments