Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાટણના સરહદી પંથકોમાં પીવાના પાણીની તીવ્ર તંગી

- રાધનપુર, સાંતલપુર, સુઇગામ પંથકમાં પાણી માટે લોકોનો રઝળપાટ

- રાજય સરકારના ટેન્કર મુકત ગુજરાતના દાવા પોકળ

ચાણસ્મા, તા. 18 મે, 2017,  ગુરૂવાર
 
હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે પાટણ જિલ્લાના મોટાભાગના ગામતળાવો ખાલીખમ પડયા છે. તો સરહદી રાધનપુર-સાંતલપુર પંથકમાં પુરતુ પાણી મળતુ ન હોઈ પીવાના પાણીના ગામેગામ પોકાર પડી રહ્યા છે. એકબાજુ રાજય સરકાર ટેન્કર મુકત ગુજરાતના દાવા કરી રહ્યુ છે. બીજીબાજુ આજે એવા કેટલાય ગામો છે જયાંતંત્રને ટેન્કરથી પાણી પહોંચાડવુ પડે તેવી નોબત આવી છે તે પણ અપુરતા હોઈ ગામલોકોની હાલત દયનિય બની ગઈ છે. આ વિસ્તારમાં વહેલીતકે પાણીની વ્યવસ્થા નહી કરે તો સરહદી પંકથની પ્રજા આગામી વિધાનસભા ચુંટણીમાં હિસાબ સરભર કરવાના મુડમાં જણાય છે. 
 
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે આવેલુ ૧ર૦૦ વીઘાનુ વિશાળ સિંચાઈ તળાવ આજે સુકુભઠ પડયુ છે. આ તળાવ ભરવામાં આવે તો આસપાસના ૮ થી ૧૦ ગામોમાં ખેડૂતોને સિંચાઈનો લાભ મળે  તેમ છે. આમ છતાં કોણ જાણે કેમ સરકારી તંત્રને આ તળાવ ઉંડુ કરવામાં કોઈ રસ જણાતો નથી.
 
બીજીબાજુ તો ગામોમાં છુટથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા છે તેવા ગામોના તળાવોમાં નર્મદાનુ પાણી ભરવામાં આવે છે. આ મામલે છેક મંત્રી સ્તર સુધી રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ પગલાં નહી લેવાતા આ વિસ્તારના ગામલોકોમાં  સરકાર સામે ભારોભાર રોષની લાગણી જન્મી છે. 
 
બીજીબાજુ પાટણ જિલ્લાના સરહદી રાધનપુર, સાંતલપુર, સુઈગામ પંથકના ગામોમાં પીવાના પાણીની ભારે બુમરાડ ઉઠી છે. અંતરિયાળ ગામો સુધી પુરતા ફોર્સથી પાણી પહોંચતુ ન હોઈ મહિલાઓ તેમજ બાળકોએ પાણી માટે દર દર ભટકવું પડે છે. કેટલાક ગામોમાં સરકાર દ્વારા ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
પરંતુ આ ટેન્કર બે-ત્રણ દિવસે એકાદવાર આવતુ હોઈ ગામલોકો ટેન્કર આવતા જ દોટ મુકી ઉપર ચડી પાઈપોથી ભરવા લાગી જાય છે. પાણી ભરવા માટે માટલા યુધ્ધ રોજના દૃશ્યો બની ગયા છે. સરકાર ગામે ગામ પીવાના પાણીની પુરતી સુવિધા કરવામાં આવી હોવાના વાર તહેવારે યોજાતા સમારંભો ગાણા ગાતા થાકતી નથી. 
 
બીજી બાજુ સરહદી પંથકના ગામોની સ્થિતિ સાવ વિપરીત છે. અહી એક એક ટીપા પાણી માટેે લોકોએ દર દર ભટકવુ પડે છે. માનવીની આ હાલત છે તો અબોલા જીવોની તો શી હાલત હશે તે વિચાર જ ધુ્રજાવી દે તેવો છે અનેક લોકોએ હિજરત પણ કરી લીધી છે ત્યારે એસી ઓફીસોમાં બેસી કાગળ ઉપર માસ્ટર પ્લાનના ઘોડા દોડાવતા અધિકારીઓ અને પ્રજાના મતોથી ચુંટાયેલા પદાધિકારીઓ ઉનાળાની ૪૩-૪૪ ડીગ્રી ગરમીમાંઆ ગ્રામીણ પ્રજા કેવી રીતે જીવી રહી છે તે જોવા બહાર નીકળે તેવી માંગ ઉઠી છે. 

Post Comments