Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અભિનેત્રી અમીષા પટેલની સુરક્ષા માટે આવેલા બાઉન્સરો અને લોકો વચ્ચે ઝપાઝપી

- પ્રાંતિજના ખાનગી મોલના ઉદ્ધાટનની ઘટના

- મોલ નજીકના માર્ગ ઉપર કલાક સુધી ટ્રાફિક જામ થતા અફરાતફરી મચી ગઈ

પ્રાંતિજ, તા. ૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
ગદર ફિલ્મથી પ્રસિદ્ધ બનેલી હિન્દી ફિલ્મની અભિનેત્રી અમિષા પટેલ બુધવારે પ્રાંતિજ શહેરમાં એપ્રોચ રોડ પર આવેલા ખાનગી મોલના ઉદ્ધાટન પ્રસંગે આવી હતી. અભિનેત્રીને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ૧૦૦ જેટલા બાઉન્સરો સાથે આવેલી અભિનેત્રીએ મોલનું ઉદ્ધાટન કર્યા બાદ મોલના સંચાલકો અને અભિનેત્રી અમિષા પટેલ વચ્ચે તુ... તુ મૈં મેંમાંથી થયેલો ઝઘડો પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.

અભિનેત્રી અમિષા પટેલ બુધવારે પ્રાંતિજ એપ્રોચ રોડ પર શરૃ કરવામાં આવેલા ખાનગી મોલના ઉદ્ધાટન પ્રસંગે બપોરે પોતાના ૧૦૦ જેટલા બાઉન્સરો સાથે આવી પહોંચી હતી. અમીષા પટેલ પ્રાંતિજ શહેરમાં આવવાની હોઈ તાલુકામાંથી તેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો મોલની બહાર એકત્ર થયા હતા. અમીષા પટેલે મોલનું ઉદ્ધાટન કર્યા પછી મોલમાં પ્રવેશતા તુરંત પાછી ફરી હતી. આથી સંચાલકો અને અમિષા પટેલ વચ્ચે ભારે જીભાજોડી શરૃ થઈ હતી. અમીષા પટેલ બહાર નીકળી ગાડીમાં બેસી ગઈ હતી.

કલાકોથી અમીષા પટેલની ઝલક નિહાળવા ઉભેલા લોકોને નિરાશા સાંપડતા પબ્લિક અને બાઉન્સરો વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી.

અમીષા પટેલ પ્રાંતિજમાં આવી પહોંચતા હજારોનું ટોળું એપ્રોચ રોડ આવી પહોંચતા એપ્રોચ રોડની બંને બાજુએ વાહનોની લાંબી કતાર જામી હતી. એક કલાક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. છેવટે ભારે સુરક્ષા સાથે તેને રવાના કરવામાં આવી હતી.

Post Comments