Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીપ પલ્ટી જતાં મહિલા કેદી, પોલીસ કર્મચારીનું મોત

- હિંમતનગરના રાયગઢ નજીક જવાનગઢ પાટીયા પાસે પોલીસની જીપનું ટાયર ફાટયું

- હિંમતનગર સબજેલમાંથી મહિલા કેદીને મોડાસા કોર્ટમાં લઈ જવાતી વખતે બનેલો બનાવ

અધિકારીઓ સિવિલમાં દોડી આવ્યા 
 હિંમતનગર, તા. 18 મે, 2017,  ગુરૂવાર
 
હિંમતનગર સબજેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ એક મહિલા કેદીને લઈ હિંમતનગરની પોલીસ ગુરૃવારે જીપમાં બેસાડી અન્ય પોલીસ સ્ટાફ સાથે મોડાસા કોર્ટમાં જઈ રહી હતી ત્યારે અચાનક રાયગઢના જવાનગઢ પાટીયા પાસે જીપનું ટાયર ફાટતા જીપ પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે મહિલા કેદી અને એક પોલીસ કર્મીનું ગંભીર ઈજાને કારણે વધુ સારવાર મળે તે પહેલા  મોત નિપજયા હતા.
 
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર સબજેલમાં  હત્યાના ગુનામાં ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ જયોત્સનાબેન અસોડાને ગુરૃવારે મોડાસા કોર્ટમાં મુદત હોવાથી તેમને લઈને હિંમતનગર હેડકર્વાટસની જીપમાં પોલીસ કર્મી બાબુલાલ ગામેતી, ભાવનાબેન કે. બારીયા મોડાસા જવા નિકળ્યા હતા.
 
બીજી તરફ આ જીપ રાયગઢના જવાનગઢ પાટીયા પાસેથી જઈ રહી હતી ત્યારે અચાનક જીપનું આગળનું ટાયર ફાટતા જીપ ધડાકાભેર પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે જીપમાં બેઠેલા મહિલા કેદી અને પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી.
 
ત્યારબાદ આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં લવાયા હતા. જયાં પ્રાથમિક સારવાર અપાયા બાદ મહિલા કેદી જયોત્સનાબેન અસોડાને અમદાવાદ ખસેડાયા હતા. પરંતુ તેણીને વધુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. જયારે બાબુલાલ ગામેતીનું પણ ગંભીર ઈજાને કારણે હિંમતનગરમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. જોકે આ ઘટનામાં ભાવનાબેન બારીયાને થયેલ ઈજા બાદ સારવાર માટે હિંમતનગર સિવિલમાં રખાયા છે.દરમિયાન ઘટના અંગે જિલ્લા પોલીસવડા, સબજેલના અધીક્ષક તથા અન્ય પોલીસ અધિકારીઓને ખબર પડતા તેઓ તરતજ સિવિલમાં દોડી આવ્યા હતા.
 
અત્રે નોંધનીય છે કે,જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં જિલ્લાના અનેક સ્થળેથી રોજબરોજ દર્દીઓ સારવાર લેવા આવે છે. પરંતુ સિવિલના રેઢીયાળ તંત્રના પાપે જરૃરીયાત મંદોને સીટીસ્કેન, એમઆરઆઈ સહિતની અન્ય સેવાઓ લેવા માટે ખાનગી હોસ્પિટલોનો આશરો લેવો પડે છે.
 
ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે સરકારે કરોડો રૃપિયાના ખર્ચે આધુનિક સાધનો હિંમતનગર સિવિલમાં આપ્યા હોવા છતાં કેમ તે કામ કરતા નથી. તેથી જો આ અંગે પોલીસ અથવા ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો કૌભાંડ બહાર આવે તેવું સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓનું માનવુ છે. ઘણી વખત તો રાત્રી દર્દીઓને સિવિલમાંથી દવાઓ પણ આપવામાં આવતી નથી.

Post Comments