Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોડાસાના ટીંટોઈ નજીક યુવક પર લાકડી તથા ટોમીથી ઘાતક હુમલો

- યુવતીના અપહરણના પ્રકરણમાં

- પોલીસે છ શખ્સોની વિરૃદ્ધમાં ખૂનના પ્રયાસ તથા રાયોટીંગનો ગૂનો દાખલ કર્યો

મોડાસા, તા. 18 મે, 2017,  ગુરૂવાર
 
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે છોકરીને ભગાડી જવાની અદાવત રાખી ગામના છ શખ્શોએ ભેગા મળી ગામના યુવકને લાકડી અને લોખંડ ની ટોમી ફટકારી જાનથી મારી નાખવાનો પ્રયાશ કરતાં જ ગામમાં ચકચાર મચી હતી. મોડાસા રૃરલ પોલીસે આ બનાવમાં છ શખ્શો વિરૃધ્ધ ગુનો નોધો કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
 
ટીંટોઈ ગામના ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ દરવેશની દીકરી ગામના જ જાકીર ટીંટોઈયા સાથે ભાગી જતાં ભારે હોહા મચી હતી. આ બનાવની અદાવત રાખી ગત સોમવારના રોજ ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ દરવેશે ગામની ઉત્તમ હોટલ પાસેથી પસાર થઈ રહેલ જાકીર મુસ્તુફાભાઈ ટીંટોઈયા ઉપર લાકડીથી હુમલો કરી આ યુવકના પગે તથા બરડાના ભાગે લાકડી ફટકારી દીધી હતી.
 
આ સમયે સ્થળ ઉપરના અન્ય આરોપી જુનેદ દરવેશના એ તેના હાથમાંની લોખંડની ટોમી જાકીરના માથે મારી દીધી હતી. અન્ય આરોપીઓએ પણ આ યુવાનને ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની કોશીશ કરતાં ગામમાં સનસાનાટી મચી હતી. 
 
આ ચકચારી બનાવમાં મોડાસાની ઝમઝમ સોસાયટીમાં રહેતા નજમાબેન મહમદહુસેન બાકરોલીયા ના ઓએ મોડાસા રૃરલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોસઈ એમ.પી.ચૌહાણે ટીંટોઈના ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ દરવેશ, ફજલહુસેન ઈસ્માઈલભાઈ દરવેશ, રફિકભાઈ યુસુફભાઈ મોડાસીયા, જુનેદ ઈસ્માઈલભાઈ દશવેશ,હમીદભાઈ જમાલભાઈ પાલ્લાવાળા તમાર રહે. ટીંટોઈ તથા આરીફ ચાંપાનેરીયા રહે. સાઠંબા તા.બાયડ ના ઓ વિરૃધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Post Comments