Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોલેજીયન યુવતીનું મુસ્લિમ યુવકે અપહરણ કર્યાની શંકાથી ચકચાર

- પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામની

- યુવતીના પિતાની પોલીસ ફરિયાદ : પ્રાંતિજ પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડયા

પ્રાંતિજ, તા. ૧૨ ઓક્ટોબર ગુરુવાર 2017

પ્રાંતિજ તાલુકાના ઓરાણા ગામની ૨૪ વર્ષીય યુવતી મંગળવાર કોલેજ ગયા બાદ હજુ સુધી પરત ફરી ન હતી. જેના પગલે યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

આ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયાની આશંકાના પગલે પ્રાંતિજ પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ જતાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો. જેના પગલે પોલીસ કાફલો ખડકી દેવાયોહતો. જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે દોડી આવી મંત્રણા શરૃ કરી હતી.

પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામની યુવતીને કોલેજમાં અભ્યાસકાળ દરમ્યાન મુસ્લીમ યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારના રોજ આ યુવતી સવારે ૯.૪૫ કલાકે હું ગાંધીનગર કોલેજમાં જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી પરંતુ આજ દિન સુધી ઘરે પરત ન ફરતાં યુવતીના પિતાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશને પોતાની પુત્રી ગુમ થઇ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

જે મુસ્લીમ (શેખ) યુવક આ હિન્દુ યુવતી ઉઠાવી ગયો છે એવી આશંકાને પગલે ગુરુવારે સવારે યુવકોનું એક ટોળુ પ્રાંતિજ પોલીસ સ્ટેશને આવી પહોંચ્યું હતું.

પ્રાંતિજ પોલીસે અગમચેતી રૃપે પ્રાંતિજ શહેરમાં ઠેર ઠેર પોલીસ ગોઠવી દીધી અને આ તમામ બાબતોની જાણ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સૌરભ સિંગને થતાં તેઓ તરત જ પ્રાંતિજ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા અને યુવતીના પિતા તેમજ અન્ય અપસ્થિત સમુદાયને યોગ્ય રીતે ઘટતું કરવાની ખાત્રી આપી હતી.

Post Comments