Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેંકોમાં નાણાં ઉપાડની મર્યાદા :એટીએમ કેશલેસ

- બંને જિલ્લાની બેંકોમાં ખાતેદારોની કતારો :લગ્નસરાની સિઝનમાં નાણાંની તિવ્ર કટોકટી

- સાબરકાંઠા અને અરવલ્લીમાં નોટબંધી જેવી હાલત :પોતાના જ નાણાં ઉપાડવા ગ્રાહકોનો ત્રણ દિવસથી રઝળપાટ

મોડાસા,તા.16 એપ્રિલ 2018, સોમવાર

અરવલ્લી અને સાબરાંઠા જિલ્લાના એટીએમમાં સતત ત્રીજા દિવસે પણ રોકડના અભાવે ગ્રાહકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.કેશલેસ બનેલા એટીએમ ના કારણે ખપ પુરતા નાણાં ઉપાડવા સોમવારે ગ્રાહકો બેંકોની લાંબી લચ્ચ કતારોમાં જોડાયા હતા અને છતે પૈસે લાચાર બનાવી દેવાની સરકારી નિતી સામે રોષ ફેલાયો હતો.બેંકો દ્વારા પણ પેમેન્ટ ચુકવણીની મર્યાદાઓ લાગુ પડાતાં મોટી રકમ મેળવવા આવેલા દૂધ મંડળી,સંસ્થાઓ સહિતના હોદ્દેદારો અને ગ્રાહકોએે ભારોભાર અસંતોષ વ્યક્ત કરી આરબીઆઈની નિતીઓ અંગે ટીકાઓ કરી હતી.

ગત અઠવાડીયે જ જિલ્લાની સાબરકાંઠા સહકારી બેંક સહિતની બેંકોમાં પેમેન્ટ ચુકવણી ઉપર મર્યાદા લાગુ પડાતાં જ ભારે ચકચાર મચી હતી.

જયારે શુક્રવારની સાંજથી જિલ્લાભરના એટીએમ કેશલેસ બનતાં છતા પૈસે ગ્રાહકોને લાચારી ભરી સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો હતો. સોમવારે સ્થિતિ સુધરશે એવી આશાએ વહેલી સવારથી જરૃરતમંદ ગ્રાહકો એટીએમ પહોંચ્યા હતા.પરંતુ  રોકડ વિહોણા અને શટડાઉન કરાયેલા સ્થિતિના એટીએમ માંથી નાણાં નહી મળતાં ખપ પૂરતી રકમ મેળવવા ગ્રાહકોને ચેક સાથે લાંબી લચક કતારોમાં જોડાવાનો વારો આવ્યો હતો.

મોડાસા ખાતેની સાબરકાંઠા સહકારી બેંક માં ગત ૧૨મી એપ્રિલથી પેમેન્ટ ચુકવણીની મર્યાાદા રૃ.૧૦ હજાર કરાતાં ભારે ઉહાપોહ સર્જાયો હતો. અને હરક્તમાં આવેલ બેંક સત્તાધીશોએ સોમવારે આ મર્યાદા વધારી રૃ.૫૦ હજાર કર્યા પછી પણ સ્થિતિ ઠેરની ઠેર જોવા મળી હતી.રોકડ ઉપાડવાની મર્યાદાના કારણે જિલ્લાભરની દૂધ મંડળીઓના ચેરમેન,સેક્રેટરી સહિતના હોદ્દેદારો બેંકોની કતારોમાં જોડાયા હતા.

જયારે સેવા મંડળીઓ,સંસ્થાઓથી માંડી મોટીરકમ ની જરૃરીયાતવાળા ગ્રાહકોને પોતાના જ પૈસા મેળવવા રઝડપટ્ટીનો વારો આવ્યો હતો.મોડાસા નગરની દેના બેંક,સ્ટેટ બેંક,કેનરા બેંકમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી.

વર્ષ ૨૦૧૬ ના નવેમ્બર માસમાં લદાયેલી નોટબંધી બાદની હાલતથી પણ વધુ ખરાબ હાલત માત્ર રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની નિતીથી સર્જાતાં ગ્રાહકોમાં ભારોભાર અસંતોષ અને સરકાર સામે ભારે રોષ વર્તાયો હતો. સતત ત્રીજા દિવસે પણ જિલ્લાભરના એટીએમ રોકડ વિહોણા જણાયા હતા.

જયારે માત્ર હજાર બે હજાર જેવી રકમ માટે ગ્રાહકોને લાઈનોમાં જોડાવવાનો વારો આવ્યો હતો.

હજુ પંદર દિવસ એટીએમ કેશલેસ રહે તેવી સંભાવના
બેંકો વધુ રકમ આપતી નથી.એટીએમ માત્ર શોભાના ગાંઠીયા રૃપ બની રહયા છે. માત્ર ૫૦૦ રૃ.મેળવવા બેંકની લાઈનોમાં જોડાવું પડે છે.અચાનક સર્જાયેલી આ સ્થિતિ વચ્ચે લોકોમાં બેંકો પ્રત્યે અવિશ્વાસ ભર્યું વાતાવરણ સર્જાયું છે.ત્યારે હવે બેંકોમાંથી મોટી રકમોનો ઉપાડ વધશે એવી સેવાતી આશંકાઓ વચ્ચે હજુ આગામી ૧૫ દિવસો સુધી એટીએમ કેશલેસ બની રહે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

રીઝર્વ બેંક જરૃરીયાત જેટલા નાણાં આપતી નથી :બેંકો
છેલ્લા એક અઠવાડીયાથી સર્જાયેલી નોટબંધી કરતાં વધુ ખરાબ પરિસ્થિતિ અંગે બેંક શાખાઓના અધિકારીઓને પુછતાં તમામ બેંકોના શાખા પ્રબંધકોએ આરબીઆઈમાંથી જરૃર પુરતી કેશ આવતી નથીનું કારણ દર્શાવ્યું હતું.એક બેંકના મેનેજરે નામ ન આપવાનાી શરતે જણાવ્યું હતું કે બેંકના વ્યવહારો માટે દરરોજ રૃ.૩૫ લાખની જરૃરીયાત સામે માત્ર રૃ.૧૫ લાખ મળે છે.રૃ.૨ હજારની અને ૫૦૦ રૃ.ની નવી નોટ તો આવતી જ નથી.૨૦,૫૦ કે ૧૦૦ ની જુની નોટથી વ્યવહારો કરવા પડે છે.સર્વર વારંવાર ખોટકાઈ જતાં સમય વધારે લાગે છે અને ગ્રાહકોના ભારે રોષનો ભોગ બેંક કર્મી.ઓને બનવું પડે છે.

દૂધ મંડળીના પગાર કરવારોજ બેંકની લાઈનમાં જોતરાવું પડે છે
મોડાાસની સા.કાં.બેંકમાં દૂધ મંડળીના રૃપિયા ૧ લાખ લેવા આવેલા ચેરમેન અમૃતભાઈ રાવળે જણાવ્યું હતું કે આજે માત્ર ૫૦ હજાર રૃપિયા મળશે તેથી આવતી કાલે ફરી બેંકમાં આવી લાઈનમાં જોડાવુંં પડશે.આવી જ સ્થિતિ મોટું પેમેન્ટ મેળવવા આવેલા દૂધ મંડળીના હોદ્દેદારોની થઈ રહી છે.દૂધ મંડળીનું પેમેન્ટ મહિનાની ૩ જી,૧૩ મી અને ૨૩ મી તારીખે થાય છે.ત્યારે પેમેન્ટની મર્યાદાથી કેટલીય મંડળીઓના હોદ્દેદારો કે સેક્રેટરીઓને તો આખો મહિનો બેંકમાં પસાર કરવો પડે તો નવાઈ નહી.

ઘઉંના વેચાણ સમયે ખેડૂતોને નાણાં ભીડનો માર
સાબરકાંઠા જિલ્લામાં અત્યારે ખેડૂતો ખેતી કામ માંથી પરવારીને શિયાળામાં વાવેતર કરેલા ઘઉ તૈયાર કરીને બજારમાં વેચવા માટે પડાપડી કરી રહ્યા છે. જોકે અત્યાર સુધી ખેત ઉત્પાદન વેચવા આવેલા ખેડૂતનું બીલ રૃા.૫૦ હજાર સુધીનું થાય તો વેપારી ધ્વારા ખેડૂતની મરજી મુજબ માલના નાણાં રોકડા આપતા હતા પરંતુ છેલ્લા પાંચ દિવસથી બેંકોમાં રોકડ નાણાનો પ્રવાહ ગમેતે કારણસર રીઝર્વ બેંક ધ્વારા અટકાવી દેવાયો હોવાને કારણે સોમવારે પણ જિલ્લામાં આવેલા બેંકોના એટીએમ ખાલીખમ થઈ ગયા છે.

લગ્નસરાની સીઝનમાં જરૃરી રોકડ મેળવવા લોકોને રઝળપાટ
એકાએક બેંકોમાં રોકડ મેળવવા ઉપર મર્યાદાઓ લાદી દેવાતાં બેંકો સામે ઠેરઠેર અવિશ્વાસનું વાતાવરણ સર્જાઈ રહયું છે.ત્યારે કમૂરતાપૂર્ણ થયા બાદ અખાત્રીજે લગ્નો નિદ્યારી બેઠેલા લોકોને ખરા ટાણે સર્જાયેલી નાણાંની તંગીથી લાચારીભરી સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે.ઘરે રોકડ ચોરાઈ જવાના ભયે બેંકોમાં જમા કરાવી બેઠેલા ગ્રાાહકોને આજે જરૃરીયાત મુજબ નાણાં મળતા નથી.ત્યારે યેનકેન પ્રકારે ઉછીના કે વ્યાજે નાણાં લઈ પ્રસંગ પૂરો કરવાની સ્થિતિ સર્જાઈ છે.

Post Comments