Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉતરાયણ પૂર્વે વિવિધ સ્થળે પતંગ દોરી ખરીદવા બજારોમાં ધસારો

- પતંગ અને દોરીના ભાવમાં ૧૫ ટકા સુધીનો ભાવ વધારો ચાઇનીઝ દોરી પર પ્રતિંબંધ છતાં પણ ધૂમ વેચાણ

હિંમતનગર, તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર

૧૪ મી જાન્યુઆરીને ઉતરાયણ નિમિત્તે પતંગ રસીયાઓ મન ભરીને પર્વની ઉજવણી કરવામાં જરા પણ કચાશ રાખતા નથી ત્યારે હિંમતનગર સહિત જિલ્લાના વિવિધ સ્થળે પતંગની દુકાનો તથા દોરી રંગવાવાળા ઉસ્તાદો ઉતરી પડયા છે જોકે મોબાઈલના જમાનામાં ઉતરાયણ પર્વ માટેની રૃચી ઘટી રહી છે જેથી ઉતરાયણની આગલી રાતે પતંગ દોરીની ખરીદી કરવા પતંગ રસીયાઓનો ધસારો વઘુ રહેતો હોવાને કારણે બજારોમાં ખરીદીનો માહોલ મોડી રાત સુધી જોવા મળે છે.

ઉતરાયણને મકરસંક્રતિ પણ કહેવામાં આવે છે ત્યારે અનેક લોકો આ પર્વ નિમિત્તે ગાયને ઘાસ ખવડાવે છે જ્યારે કેટલાક લોકો શ્વાનને લાડુ ખવડાવી પૂન્ય કમાય છે તો બીજી તરફ આકાશમાં પતંગના દાવપેચ માટે રસ દાખવતા પતંગ રસીયાઓમાં આનંદ અનેરો હોય છે ત્યારે તેઓ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે આગલી રાતે બજારમાં જઈને કસ કરીને ખરીદી કરે છે આ વર્ષે બજારમાં ગત વર્ષ કરતા પતંગ દોરીના ભાવમાં પાંચ થી પંદર ટકા વધારો નોધાયો હોવાને કારણે વેપારીઓએ પણ અગાઉથી ખરીદી કરવામાં ખાસ રસ દાખવ્યો નથી

ઉતરાયણ નિમિત્તે કેટલાક લોકો ગરીબોને વસ્ત્રદાન કરે છે તથા પતંગ રસીયાઓતો આખો દિવસ મકાનની અગાસી પર રહીને ઉતરાયણનો ભરપુર આનંદ માણે છે અને પરિવાર સાથે બપોરનું ભોજન પણ અગાસી પર જ લે છે છેલ્લા કેટલાક વર્ષોથી ઉતરાયણના દિવસે ઉંધીયુ, જલેબી અને ફાફડા ખાવાનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે ખાસ કરીને મહીલા વર્ગ ઉંધીયુ અગાઉથી શાકભાજી ખરીદી લાવીને જાતે બનાવે છે જ્યારે કેટલાક લોકો બજારમાં ગુણવત્તાની પરવા કર્યા વિના લાવીને ઝાપટે છે

ઉતરાયણ પર્વમાં બજારમાં વેચાતી ચાઈનીસ દોરી અને તુક્કલ પક્ષીઓ માટે ઘાતક હોવાને કારણે સરકારે તેના પર પ્રતિબંધ મુક્યો હોવા છતા સાબરકાંઠા જિલ્લામાં તેનું ઘુમ વેચાણ થઈ રહ્યુ છે તો બીજી તરફ જીવદયા પ્રેમીઓ ઉતરાયણના દિવસે પતંગ દોરીથી ધાયલ થતા પક્ષીઓને બચાવવા માટે ખબર પડે તો તરતજ પહોંચી જાય છે અને અનેક ઘાયલ પક્ષીઓને બચાવી પણ લે છે.

Post Comments