Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માણસાના બરતરફ કરેલા ધારાસભ્યે પક્ષમાંથી રાજીનામું આપતાં રાજકારણ ગરમાયું

માણસા, તા. ૧૧ ઓગસ્ટ ગુરુવાર 2017
માણસાના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચૌધરીએ રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષના આદેશ વિરુધ્ધ મતદાન કરતાં તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ આજે તેમણે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપતા માણસાનું રાજકારણ ગરમાયું છે અને જો અમિત ચૌધરી ભાજપમાં પ્રવેશ મેળવશે તો બીજા ટીકીટ વાંચ્છુઓનું શું થશે જ્યારે કોંગ્રેસના સંભવિત ઉમદેવારોમાં ખુશી છવાઈ છે.

શંકરસિંહ જૂથના માની બેંગલુર લઈ જવાયા ન હતા તેમજ મતદાન માટેનો વ્હીપ પણ મળ્યો ન હતો
પ્રાપ્ત માહિતી મુજબ કોંગ્રેસમાં ચાલી રહેલી આંતરીક મતભેદો અને અસંતોષને કારણે શંકરસિંહ વાઘેલો હોદ્દા પરથી રાજીનામું આપ્યા બાદ તેમના નિકટના ગણાતા છ જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપતા ઉભી થયેલી રાજકીય પરિસ્થિતિમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાયા હતા. તે વખતે માણસાના ધારાસભ્ય અમિતભાઈને શંકરસિંહ જુથના માનીને બોલાવવામાં આવ્યા ન હતા તેવું તેમનું કહેવું છે અને રાજ્યસભાના મતદાન માટેનો વ્હીપ પણ મળ્યો નથી પણ અહેમદ પટેલની જીત બાદ કોંગ્રેસ પક્ષ વિરુધ્ધ જનાર ધારાસભ્યોને બરતરફ કર્યા હતા.

જેમાં માણસાના અમિતભાઈનો સમાવેશ થતાં તેમણે આજે ધારાસભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે માણસાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો અમિત ચૌધરી ભાજપમાં પ્રવેશ મેળવશે તો ટીકીટના દાવેદાર બનશે તેવા સંજોગોમાં અત્યાર સુધી પક્ષ માટે મહેનત કરનાર વિધાનસભા ટીકીટના દાવેદારો તથા સ્થાનિક કાર્યકરોમાં ચર્ચાઓએ જોર પકડયું છે.

Post Comments