Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લવજેહાદ: લગ્નના રજિસ્ટરમાં મઉંના તલાટીએ જ ચેડા કર્યાનો ઘટસ્ફોટ

- પોલીસ ફરિયાદ કરવી કે નહી તેનો નિર્ણય હવે લેવાશે

- તાલુકા વિકાસ અધિકારીએ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ મોકલ્યો

હિંમતનગર, તા.11 જૂલાઇ 2018 બુધવાર

વડાલી લવ જેહાદ પ્રકરણમાં એલસીબીએ યુવક અને યુવતીને તેમના પરીવારને સુપ્રત કરી દીધા બાદ આ બંને યુવક યુવતીએ લગ્નની નોધણી ભિલોડા તાલુકાની મઉ ગ્રામ પંચાયતમાં કરાવી હતી પરંતુ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં આવ્યાબાદ આ તલાટીએ લગ્ન રજીસ્ટરમાં ચેડા કરીને પોતાની જવાબદારી માંથી છટકી જવાના કરાયેલા પ્રયાસ બાદ તપાસનીશ અધિકારીએ મઉ પંચાયતના તલાટીએ લગ્ન રજીસ્ટરમાં ચેડા કર્યા હોવાનું બહાર આવતા તાલુકા વિકાસ અધિકારીએ મંગળવારે તેનો અહેવાલ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને મોકલી આપ્યો છે

આ અંગે ભિલોડા તાલુકા વિકાસ અધિકારી રાકેશ પટેલના જણાવાયા મુજબ મઉ ગ્રામ પંચાયતમાં તલાટી તરીકે ફરજ બજાવતા જે.એસ.પાંડવે કોઈક વકીલની મદદ લઈને વડાલીના મુસ્લીમ યુવક અને જૈન યુવતીના લગ્નના પુરાવાને આધારે પંચાયતના લગ્ન રજીસ્ટરમાં અનુક્રમ નંબર ૪૦ માં નોંધણી કરી હતી પરંતુ આ મામલો ચર્ચાસ્પદ બનતા તલાટીએ લગ્ન રજીસ્ટરમાં ચેડા કરી નાખ્યા હતા.

પરંતુ આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ બે સરકારી કર્મચારીઓને તપાસ સોંપતા મઉ પંચાયતના તલાટીએ રજીસ્ટરમાં ચેડા કર્યા હોવાનું જણાયુ હતુ જે અંગેનો અહેવાલ તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરાયા બાદ તેને અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને તરતજ મોકલી આપવામાં આવ્યો હતો જેથી હવે જોવાનું એ રહે છે કે તાલુકા વિકાસ અધિકારીએ પોલીસને પણ તે અંગે જાણ કરી છે ત્યારે તંત્રના અધિકારીઓ પોલીસ ફરીયાદ કરે છે કે નહી તે હાલના તબક્કે કશુ કહી શકાય તેમ નથી.

Post Comments