Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શામ૫ુરના તળાવ કિનારે કેમિકલયુકત માટીના ખડકલાથી ગ્રામજનો ત્રસ્ત

- રાત્રીના સમયે કેમિકલ ઠાલવી જતાં અજાણ્યા શખ્સો સામે પગલાં ભરવા ગ્રામજનોનું આવેદન

મોડાસા,તા.13 જૂન 2018, બુધવાર

મોડાસા તાલુકાના શામપુર ગામની સીમમાં આવેલા સ્મશાનગૃહ અને પાણીના બોર નજીક અજાણ્યા લોકો દ્વારા રાતોરાત દુગંધજનક કેમીકલ ઠાલવી દેવાતાં ગ્રામજનોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો હતો.

અને આ ભયજનક કેમીકલ પીવાના પાણીમા ભળતાં ગ્રામજનો સહિત આસપાસના પંથકમાં રોગચાળો ફેલાવાની દહેશત સામે ફફડાટ ફેલાયો હતો.અને કેમીકલ ઠાલવી જતા અજાણ્યા ઈસમો સામે પગલાં ભરવા ગ્રામજનો દ્વારા જિલ્લાકલેકટરને આવેદનપત્ર અપાયું હતું.

અરવલ્લી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટરને શામપુરના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર અપાયું હતું.ગ્રામજનો દ્વારા અપાયેલ આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબગામના તળાવની બાજુમાં આવેલા સ્મશાનગૃહ તથા પંચાયતના બોર તથા હેન્ડપંપની બાજુ માં કોઈ અજાણ્યા ઈસમો રાત્રીના સમયે કેમીકલ ઠાલવી જાય છે.અસહ્ય દુર્ગધ મારતા આ કેમીકલ ના કારણે આ સ્થળે થી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.

જયારે આ ઝેરી જણાતું કેમીકલ્સ તળાવના પાણીમાં કે બોર-હેન્ડપંપ ના પાણીમાં ભળવાની દહેશત સાથે પંથકમાં રોગચાળો ફાટી નીકળે તેવો ખતરો મંડાઈ રહયો છે.શામપુર ગામના રમેશસિંહ ઠાકોર સહિતના ૫૦થી વધુ ગ્રામજનો દ્વારા અપાયેલ આ આવેદનપત્રમાં રાત્રીના સમયે ૫ાણીના બોર અને સ્મશાનગૃહ નજીક દુર્ગધ મારતું કેમીકલ ઠાલવી જતાં અજાણ્યા લોકો સામેકાનુની કાર્યવાહી હાથ ધરવા અને પ્રજાજનોને રક્ષા પુરી પાડવા માંગ ઉઠાવાઈ હતી.અને ગામના સીમાડે ચરતા ઢોર-ઢાંખરને અને તળાવના જળજીવચરને કેમીકલ ના ખતરાથી બચાવી લેવા અનુરોધ કરાયો હતો.

Post Comments