Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કઉના યુવકનું ખેતરમાં લગાવેલા તારના વીજ કરંટથી મોત નિપજ્યાનો ઘટસ્ફોટ

- શીકા ગામની સીમમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો

- પુરાવોનો નાશ કરવા લાશને ફેંકી દેતા ખેતર માલિક વિરૃધ્ધ ધનસુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ

ધનસુરા,તા.૧૨ ઓક્ટોબર ગુરુવાર 2017

ધનસુરા તાલુકાના શીકા ગામની સીમમાંથી બે દિવસ અગાઉ એક લાશ મળી હતી.જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશને મૃતકના પિતાએ ફરીયાદ નોંધાવી હતી.જેના મોત અંગે પોલીસે તપાસ હાથ ધરતાંમૃતકના પીએમ રીપોર્ટ આધારે વીજ કરંટ લાગવાથી મોત નિપજયું હોવાનું પ્રકાશમાં આવતાં ખેતર માલિક વિરૃધ્ધ ધનસુરા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.

શીકા ગામની સીમમાંથી મોડાસા તાલુકાના કઉં ગામનો સંજય ઉર્ફે બોળો ઉ.વ.૨૦ ની લાશ મળી હતી.ત્યારે ધનસુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમ્યાન પી.એમ.રીપોર્ટ આધારે વીજ કરંટ લાગવાથી મોત નિપજયું હોવાનું પ્રકાશમાં આવતાં પી.એસ.આઈ એમ.બી.ગઢવી એ આ દિશામાં તપાસ હાથ ધરતાં ધનસુરા તાલુકાના ગુજેરી ગામના રહીશ બલાભાઈ રાંમાભાઈ તરારે પોતાના ખેતરમાં પોતે ગેરકાયદેસર રીતે ખતેરની ફરતે વીજ કરંટ મુકવાથી કોઈ મનુષ્યનું મોત નીપજયું શકે તેમ જાણતો હોવા છતાં ખેતરની ફરતે ખુલ્લો તાર બાંધી તારનો વીજ કરંટ ચાલુ કરી સદર તારમાં વીજ કરંટથી સંજય ઉર્ફે બોળો ઉ.વ.૨૦ રહે.કઉં,તા.મોડાસા નું મોત નિપજાવી પુરાવાન નાશ કરવાના ઈરાદે મૃતક ની લાશને દુર ફેંકી પુરાવાનો નાશ કરી ગુન્હો કરતાં ધુવાભાઈ રૃમાલભાઈ ભેગોરા રહે.કઉં મૃતકના પિતાએ બલાભાઈ રાંમાભાઈ તરાર રહે.ગુજેરી તા.ધનસુરા,જિ.અરવલ્લીના ઓ વિરૃધ્ધ ધનસુરા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ઔધરી છે.

Post Comments