Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મહેસાણા, પાટણ જિલ્લામાંથી દુબઈ ગયેલા બુકીઓની તપાસ

- પોલીસે ગુપ્તરાહે તમામ બુકીઓની વિગતો મંગાવી

- દુબઈ ગયેલા તમામ બુકીઓ હરેશ ચૌધરી સાથે સામીલ હોવાનું અનુમાન : બાતમીદારોને એલર્ટ કરાયા

મહેસાણા, તા.13 જૂન 2018, બુધવાર

મહેસાણા અને પાટણ જિલ્લામાંથી ૧૦ જેટલા બુકીઓ આઈપીએલ દરમિયાન દુબઈ સટ્ટો રમવા ગયા હતા. આ તમામ બુકીઓ માસ્ટર માઈન્ડ હરેશ ચૌધરી સાથે સંકળાયેલા હોવાની વિગત ઈન્દોર પોલીસને મળી છે તેથી આ તમામ બુકીઓની જન્મકુંડળી કાઢવામાં આવી રહી છે જો કે લોકલ પોલીસને અંધારામા રાખી આ ગુપ્ત ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે.  

રાધનપુરનો હરેશ ચૌધરી તેમજ તેની પત્નીએ અમીન મજેઠિયા સાથે મળી સ્ટારટીવીની વેબસાઈડ હેક કરી આઠ સેકન્ડ વહેલા મેચ જોઈ કરોડોનું સટ્ટા કૌંભાડ આચર્યુ હતુ. જેમાં હરેશની પત્ની પુનમની ઈન્દોર પોલીસે અમદાવાદ એરપોર્ટ ઉપરથી ધરપકડ કરી હતી. તેણે રીમાન્ડ દરમિયાન ઘણા બધા રાઝ ખોલ્યા છે. જેમાં ઈન્દોર પોલીસના સુત્રોએ કહ્યુ કે મહેસાણા અને પાટણ જિલ્લામાંથી ૧૦ જેટલા બુકીઓ આઈપીએલની સીઝનમાં સટ્ટો રમવા માટે દુબઈ ગયા હતા.

હવે આ તમામ બુકીઓ હરેશ સાથે સંકળાયેલા છે તેવી ઈન્દોર પોલીસને આશંકા હોવાથી આ તમામ બુકીના ઘર પાસેના બાતમીદારોએ એક્ટિવ કરી દઈ ઓપરેશન ચલાવાઈ રહ્યુ છે. પોલીસને એવી શંકા છે કે છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક ચાલતુ હતુ. જેમાં ૩૦૦ થી પ૦૦ કરોડનુ કૌભાંડ થયુ છે. હરેશે આવા બુકીઓની સાથે મળી કેટલાય લોકોને લૂંટી લીધા છે. આ હરેશ પોલીસના હાથે આવે ત્યારે આવે પણ હાલ જે ૧૦ બુકીઓ દુબઈથી પરત અમદાવાદ આવ્યા છે તેને પકડવા માટે મથામણ શરૃ કરી છે.

Post Comments