Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હાર્દિક-અલ્પેશના વલણને પગલે ભાજપની નજર નાના સમાજ ઉપર

- પાટીદાર અને ઠાકોર સમાજના મતદારોનુ ગાબડંુ પુરવા અન્ય સમાજના આગેવાનો સાથે ચર્ચા શરૃ

મહેસાણા, તા.૧૪ નવેમ્બર મંગળવાર 2017

આગામી વિધાનસભા ચુંટણીમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના કોંગ્રેસ તરફી સંકેતો જોઈ ભાજપે સામાજીક સમીકરણની રણનીતીમાં સુધારો કર્યો છે. પાટીદાર અને ઠાકોર સમાજના મતદારોનુ ગાબડુ પુરવા ભાજપે જે તે બેઠકના અન્ય તમામ સમાજના આગેવાનોને ખેચવા મથામણ શરૃ કરી છે. નાના સમાજના પ્રમુખ-મંત્રીને રૃબરૃ મળી ભાજપને વોટ આપવા જણાવવામાં આવી રહ્યુ છે.

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલના સમર્થકોને કારણે  ભાજપને ચોકકસ મતદારોનુ સમર્થન આગામી ચુંટણીમાં મળવુ મુશ્કેલ છે. અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે જયારે હાર્દિક પટેલ ભાજપ વિરોધી બન્યા છે.

આવી પરિસ્થિતિમાં પરંપરાગત  ઠાકોર અને પાટીદાર મતદારો સાથે સાથે નાના સમાજ ઉપર ભાજપે મીટ માંડી છે.

ડોર ટુ ડોર પ્રચારની સાથે ભાજપના નેતાઓ  જે તે બેઠક ઉપરના નાના સમાજના આગેવાનોને મળી ચર્ચા કરી રહ્યા છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે પાટીદાર અને ઠાકોર મતદારો સાથે સાથે પ્રજાપતિ, દેવીપૂજક, દલિત, રબારી, ભરવાડ, પંચાલ, સુથાર, દરજી, બ્રાહ્મણ, દરબાર, ચૌધરી સહિત વિવિધ સમાજના પ્રમુખ અને મંત્રીઓને મળી ભાજપ અગ્રણીઓ રાજય અને કેન્દ્ર સરકારની વિવિધ કામગીરી વર્ણવી આગામી વિધાનસભામાં વધુ સારી કામગીરી આપવાની ખાત્રી આપી રહ્યા છે.

સુત્રોએ ઉમેર્યુ હતુ કે આનાથી ભાજપને એવી આશા છે કે જો નાના સમાજનો ટેકો મળે અને પરંપરાગત પાટીદાર અને ઠાકોર મતદારો સાથે રહે  તો જીતવુ સરળ બની જાય તેમ છે. ખાસ કરીને મહેસાણા અને પાટણ જિલ્લાની બેઠકો ઉપર ભાજપની આ રણનીતી અસરકારક બની શકે છે.

Post Comments