Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઊંઝામાં યુવકે ધો.૧૦માં ભણતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો

- કુકર્મ આચરી વિડિયો પણ ઉતારી લીધો

- છ મહિનાથી અનેકવાર ધાકધમકી આપી બળજબરીપૂર્વક સંબંધ બાંધતો હતો

ઊંઝા, તા.13 જૂન 2018, બુધવાર

ઊંઝા, પાટણ રોડ ઉપર આવેલ વિવેકાનંદમાં રહેતા એક યુવકે સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી ધાકધમકી આપી બળજબરી બળાત્કાર કરી વિડીયો ઉતારી કરેલા ગુના સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી યુવકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ઊંઝા, પાટણ રોડ સ્વામી વિવેકાનંદ ગરીબ આવાસ યોજનાના ફ્લેટમાં રહેતો જીગર નટવર પરમાર છેલ્લા છ મહિનાથી એક ૧૩ વર્ષની ધો. ૧૦માં અભ્યાસ કરતી સગીર વયની યુવતીને હેરાન પરેશાન કરતો હતો અને એકાંતનો લાભ લઈ છેલ્લા છ મહિનાથી ઘણીવાર ધાકધમકી આપી બળજબરીપૂર્વક સંબંધ બાંધતો હતો અને આ દરમિયાન બિભત્સ વિડીયો ઉતારી લીધો હતો.

આ વિડીયોને લીધે અનેકવાર મળવા બોલાવતો હતો. જો યુવતી ના પાડે તો બિભત્સ વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. બે મહિના અગાઉ બિભત્સ વિડીયો દ્વારા બ્લેકમેઈલ કરી ફાયદો ઉઠાવતા આ બાબતે યુવતીએ છેવટે પોતાના માબાપને વાત કરતા યુવતીના વાલીએ  સમગ્ર ઘટના ઊંઝા સ્થાનિક પોલીસને જણાવતા પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી  યુવક જીગર પરમાર વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post Comments