Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિંમતનગર યાર્ડમાં મગફળીના ભાવના પ્રશ્ને હોબાળો

- ટેકાના ભાવે મગફળી ખરીદવા ખેડુતોની માંગ

- રોષે ભરાયેલા ખેડુતોએ માર્કેટ યાર્ડનો મુખ્ય દરવાજો બંધ કર્યો : સત્તાવાળાઓએ મામલો થાળે પાડયો

હિંમતનગર, તા.૧૨ ઓક્ટોબર ગુરુવાર 2017

રાજય સરકાર ધ્વારા ખેડુતોના હિતમાં મગફળી, ડાંગર સહિતના અન્ય કેટલાક પાકના ભાવ જો સીઝનમાં નીચા જશે તો સરકાર ધ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે પરંતુ તે જાહેરાતનો અમલ દિવાળી બાદ થવાનો હોવા છતાં ગુરૃવારે હિંમતનગર માર્કેટયાર્ડમાં ગામડાઓમાંથી મગફળી વેચવા માટે આવેલા ખેડુતોએ માર્કેટયાર્ડના સત્તાવાળાઓને ટેકાના ભાવે મગફળીની ખરીદીની માંગ કરી હોબાળો મચાવી દીધો છે.

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં દિવાળી અગાઉ હિંમતનગર સહિત અન્ય પંથકમાં મગફળી તૈયાર થઈ જતા ખેડુતોએ દિવાળી અગાઉ મગફળી વેચીને દિવાળીનુ પર્વ ઉજવવાનું નક્કી કર્યુ છે ત્યારે ગુરૃવારે હિંમતનગર તાલુકાના કેટલાક ગામના ખેડુતો મગફળી વેચવા માટે હિંમતનગર માર્કેટયાર્ડમાં વાહનો લઈને આવ્યા હતા. દરમ્યાન મગફળીની હરાજી શરૃ થતા વેપારીઓએ મગફળીના પ્રતિ ૨૦ કિલોના ભાવ રૃા.૮૦૦ થી ઓછા પાડતા ખેડુતો  રોષે ભરાતા થોડોક સમય હરાજીનું કામ અટકી ગયુ હતુ અને કેટલાક ખેડુતોએ માર્કેટયાર્ડનો મુખ્ય દરવાજો થોડોક સમય બંધ કરી દીધો હતો.

હિંમતનગર માર્કેટયાર્ડમાં હરાજીનું કામ અટકીજતા માર્કેટયાર્ડના સત્તાવાળાઓએ દરમ્યાનગીરી કરી ને ખેડુતોને સમજાવ્યા હતા. જોકે ખેડુતોનું કહેવુ છે કે પ્રતિ ૨૦ કિલો મગફળીનો ભાવ રૃા.૮૦૦ થી ઓછો બોલાયો છે જે પરવડી શકે તેમ નથી. તેથી સરકારે અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે કેન્દ્ર શરૃ કરવુ જોઈએ. જે અંગે માર્કેટ સત્તાવાળાઓએ જણાવ્યુ હતુ દિવાળી બાદ રાજય સરકારે જે પાકો ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી હોવાથી હાલના તબક્કે તેનુ ખરીદ કેન્દ્ર ચાલુ થયુ નથી. જેથી ખેડુતો શાંત પડયા હતા. ત્યાર બાદ હરાજીનું કામ શરૃ કરાતા મગફળીનો ભાવ રૃા.૮૦૦ થી ૯૯૭ બોલાયો હતો. માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ગુરૃવારે હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની ૧૯૦૮ બોરીની આવક થઈ હતી. જયારે એરંડાની ૧૨૫, ઘઉંની ૫૨૯ અને મકાઈની ૪૪૦ બોરીની આવક નોંધાઈ હતી.

Post Comments