Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાબરકાંઠા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષનો હોબાળો

- અધિકારીઓની સતત ગેરહાજરી અને એનએની ફાઈલો કલીયર ન થતી હોવાનો આક્ષેપ: વર્તમાન ટર્મના પ્રમુખની હાજરીમા

હિંમતનગર, તા.13 જૂન 2018, બુધવાર

સાબરકાંઠા જિલ્લા પંચાયતની બુધવારે મળેલી સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના સભ્યોએ અધિકારીઓની  ગેરહાજરી તથા ઘણા સમયથી પેન્ડીગ પડેલી એનએની ફાઈલો કલીયર ન થતા સભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. જોકે વર્તમાન ટર્મના પ્રમુખની આ છેલ્લી સામાન્ય સભા હતી.

જિલ્લા પંચાયતમાં અત્યારે કોંગ્રેસનું શાસન છે જેના કારણે ચૂંટાયેલી પાંખના સભ્યો ધ્વારા વિવિધ તાલુકાની કેટલીક જમીનો એનએ કરવા માટે મંજુરી મેળવવાની ફાઈલો જિલ્લા પંચાયતમાં વિવિધ વિભાગોમાં પડી રહી છે. પરંતુ ગમે તે કારણસર આ ફાઈલોમાં સક્ષમ અધિકારીઓની સહી ન થવાને કારણે તેનો નિકાલ થઈ શકતો નથી.

દરમિયાન આગામી ૨૦ તારીખે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં નવા પ્રમુખની વરણી થવાની છે ત્યારે હાલના પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત માટે બુધવારે મળેલી સામાન્ય સભા છેલ્લી હતી. જેથી સભા શરૃ થતાની સાથે જ સત્તાધારી પક્ષના સભ્યોએ અધિકારીઓ વિરૃધ્ધ બેફામ આક્ષેપ બાજી કરીને હોબાળો મચાવી દીધો હતો. જેના કારણે સામાન્ય સભામાં શોરબકોર મચી જવા પામ્યો હતો.
ત્યારબાદ ગણતરીના સમયમાં સામાન્ય સભાનું કામ આટોપી લેવામાં આવ્યુ હતુ.

ઉપરાંત આ સામાન્ય સભામાં તાલુકા વિકાસ અધિકારીની ગેરહાજરી અને તેમની કાર્યરીતી વિરૃધ્ધ સભ્યોએ બળાપો વ્યકત કરીને નારાજગી દર્શાવી હતી. જેથી હવે જોવાનુ એ રહે છે કે તા.૨૦ જુનના રોજ જિલ્લા પંચાયતની બાકી અઢી વર્ષની ટર્મ માટે કોન પ્રમુખ અને ઉપપ્રમુખ બને છે તેના આધારે સભ્યોએ સુચવેલા કામો કેટલા પરિપૂર્ણ થાય છે તે સમય બતાવશે. ઉલ્લેખનીય છે કે હિંમતનગર તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન છે ત્યારે ત્યા પણ તા.૨૦ જુનના રોજ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ બને છે તે અંગે કોંગ્રેસમાં અનેક અટકળો ચાલી રહી છે.

Post Comments