Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

થરાદમાં યુવકે પોલીસના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર

- લવમેરેજના કેસની પતાવટમાં વારંવાર ટોર્ચિંગ કરી ત્રાસ આપતા હતા

- યુવકને સારવાર માટે પાલનપુર ખસેડાયો

થરાદ, તા. ૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017

થરાદ શહેરના દેસાઈ વાસમાં રહેતા એક યુવકે પોતાના મિત્રના લવમેરેજના કેસની પતાવટમાં પોલીસ દ્વારા વારંવાર ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે દવા ગટગટાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ મચી ગઈ હતી.

થરાદના દેસાઈ વાસમાં રહેતા દિલીપભાઈ નરસિંહભાઈ, ઉ.વ. ૩૭ના ગતરોજ દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવકને તાત્કાલિક સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 જ્યાં યુવક પાસેથી ચિઠ્ઠી મળી આવતા ચિઠ્ઠીમાં લખેલા આક્ષેપ પ્રમાણે યુવકે લખેલ કે આજથી આઠેક વર્ષ પુર્વે તેના એક મિત્ર લવમેરેજ કર્યા હતા. જેનો કેસ ચાલતો હતો અને આ કેસની પતાવટ માટે દિલીપભાઈ પાસે ચાર ઈસમો તથા ત્રણ પોલીસ અધિકારીઓ દ્વારા રૃા. ત્રણ લાખની માગણી કરતા હતા અને વારંવાર ટોર્ચિંગ કરી ત્રાસ આપતા હતા. આવા આક્ષેપો સાથેની ચિઠ્ઠી નીકળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગઈ હતી. યુવકની તબિયત લથડતા વધુ સારવાર માટે પાલનપુર ખસેડાયો હતો.

Post Comments