Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાટણમાં સ્વાઇન ફલુથી એકનુંમોત મહેસાણા , બનાસકાંઠામાં આઠ કેસ

- ઉત્તર ગુજરાતમાં સ્વાઇન ફલુ વકર્યો

મહેસાણા, તા. ૧૧ ઓગસ્ટ ગુરુવાર 2017
સમગ્ર રાજ્યમાં ચોમાસાની સિઝનમાં સ્વાઈન ફ્લુ ના દર્દીઓનો વધારો થવા પામ્યો છે. ઉત્તર ગુજરાતમાં સ્વાઇન ફલુનો રોગચાળો વકર્યો છે. જ્યારે મહેસાણા જિલ્લામાં સ્વાઈન ફ્લુ ના જાન્યુઆરી -૨૦૧૭ થી અત્યાર સુધી ૧૩ કેસ પોઝેટીવ નોંધાયા છે. જેમાં હાલમાં પાંચ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.પાટણની ધારપુર હોસ્પિટલમાં એકનું મોત નિપજ્યું છે. જયારે બનાસકાંઠામાં ત્રણ પોઝીટીવ સ્વાઇન ફલુના કેસ નોંધાયા છે.

મહેસાણામાં પાંચ દર્દીઓ સારવાર હેઠળઃ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ પોઝિટિવ કેસ નોંધાતા દોડધામ
મહેસાણા શહેરમાં ઠેર ઠેર ગંદકી અને કચરાઓના ઢગ ખડકાતા મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે. જેથી પાલિકા દ્વારા આ કચરાઓનો નિકાલ કરી દવા છંટકાવ કરવો અત્યંત જરૃરી બન્યો છે જેથી રોગચાળો અટકાવી શકાય. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લામાં જાન્યુઆરી ૨૦૧૭થી અત્યાર સુધી સ્વાઈન ફ્લુ ના ૧૩ કેસ પોઝેટીવ નોંધાયા છે. જેઓ શહેરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાં એક દર્દી હાલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. જ્યારે બનાસકાંઠામાં પણ ત્રણ પોઝેટીવ કેસ નોંધાયા છે. પાટણ ધારપુર હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ ના એક દર્દીનું આજે મોત નીપજ્યું હતું. આમ ઉત્તર ગુજરાતમાં સ્વાઈન ફ્લુ નો પગ પેસારો થતા તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવા જરૃરી બન્યા છે.

સ્વાઈન ફ્લુના કહેર વચ્ચે બનાસકાંઠામાં માત્ર ત્રણ શંકાસ્પદ દર્દીઓ મળી આવતા તેમજ એક દર્દીનો સ્વાઈન ફ્લુ રિપોર્ટ નેગેટીવ આવતા બનાસકાંઠામાં સ્વાઈન ફ્લુથી ભયભીત નાગરિકોમાં રાહત ફેલાઈ છે. આ બાબતે જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી ર્ડા.ગર્ગે જણાવ્યું હતું કે જિલ્લામાં રોગચાળાને અટકાવવા જિલ્લા વિકાસ અધિકારી અનીલ અરોરા દ્વારા આયોજિત કરાયું હતું. એટલું જ નહી જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓને અને તબીબોને યોગ્ય રીતે સ્વાઈન ફ્લુ તેમજ અન્ય રોગો સામે રાહત તેમજ રક્ષા અને વૈદ્ધકીય સહાય પુરી પાડવા સૂચન કરાયું હતું. જિલ્લામાં તમામ લેબોરેટરી અને પેથોલોજીસ્ટ સાથે પણ બેઠકો યોજી સ્વાઈન ફ્લુને નાથવા એક્શન પ્લાન ઘડાયો હતો.

Post Comments